Get The App

પ્રજ્વલનો ભાઇ પણ 'હેવાન' નીકળ્યો? પાર્ટી કાર્યકર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપ હેઠળ ધરપકડ

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
Suraj Revanna
Image : Twitter

Suraj Revanna Arrested : જનતા દળ-સેક્યુલર (Janata Dal (Secular) ) નેતા સૂરજ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. સૂરજ પ્રજ્વલ રેવન્નાનો ભાઈ છે, જેના પર યૌન  અનેક મહિલાઓના જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. સુરજ પર એક પુરુષ પાર્ટી કાર્યકર્તાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. જેના બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

સુરજ સામે કાર્યકર્તાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો લગાવ્યો આરોપ

JDSના એક કાર્યકર દ્વારા હાસન જિલ્લાના હોલેનારસીપુરા પોલીસ સ્ટેશનમાં સુરજ રેવન્ના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કાર્યકર્તાનો આરોપ છે કે 16 જૂને સૂરજે પોતાના ફાર્મહાઉસમાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે 'સૂરજ રેવન્નાએ મને (ફરિયાદી) તેના ફાર્મહાઉસમાં બોલાવીને જબરદસ્તીથી ચુંબન કર્યું હતું. તેમજ અપ્રાકૃતિક સેક્સ કર્યું હતું'. આ મામલે હાસન પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 377, 342, 506 હેઠળ કેસ નોંધ્યો હતો.

પ્રજ્વલની જર્મનીથી પરત ફર્યા બાદ તરત જ ધરપકડ કરવામાં આવી

નોંધનીય છે કે હાસન લોકસભા બેઠક પરથી હારી ગયેલા પ્રજ્વલની 31 મેએ જર્મનીથી પરત ફર્યા બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. પ્રજ્જવલ સામે પણ બળાત્કાર તેમજ ઘમકીઓનો કેસ નોંધાયેલ છે. તેમના પિતા એચડી રેવન્ના અને માતા ભવાની જામીન પર બહાર છે. તેમના પર પુત્ર પ્રજ્વલના જાતીય શોષણની કથિત પીડિતાનું અપહરણ કરવાનો અને તેણીને પોતાની પાસે રાખવાનો આરોપ છે.

પ્રજ્વલનો ભાઇ પણ 'હેવાન' નીકળ્યો? પાર્ટી કાર્યકર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપ હેઠળ ધરપકડ 2 - image


Google NewsGoogle News