રાજ્યપાલ અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ, કોની શક્તિ વધારે ? જાણો વિગતવાર

બંધારણના અનુચ્છેદ 153 મુજબ ભારતીય પ્રજાસત્તાકના દરેક રાજ્ય માટે રાજ્યપાલનું પદ હશે

કેન્દ્રની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રાજ્યપાલ અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ, કોની શક્તિ વધારે ? જાણો વિગતવાર 1 - image


Governor's Power over State Bills: છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારો અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તાજેતરમાં પંજાબ સરકારે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ બંધારણીય ધોરણોનું પાલન નથી કરી રહ્યા. પંજાબની જેમ કેરળ અને તમિલનાડુની સરકારોએ પણ રાજ્યપાલ પર આવા જ આક્ષેપો કર્યા છે. આ બંને રાજ્યોએ રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી.

ચીફ જસ્ટિસે આપ્યો 27 પાનાનો ચુકાદો 

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની શક્તિઓ અંગે કહ્યું કે રાજ્યપાલને બિનચૂંટાયેલા વડા તરીકે કેટલીક બંધારણીય સત્તાઓ સોંપવામાં આવી છે, પરંતુ તેઓ આ સત્તાઓનો ઉપયોગ વિધાનસભા દ્વારા બનાવેલા કાયદાને નિષ્ફળ કરવા માટે કરી શકતા નથી. આ બાબતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 27 પાનાના ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું હતું કે વિધાનસભા દ્વારા પ્રસ્તાવિત કોઈપણ કાયદો માત્ર એટલા માટે સમાપ્ત થતો નથી કારણ કે રાજ્યપાલ તેના પર સહી કરવાનો ઇનકાર કરે છે. બિલને પુનર્વિચાર માટે ગૃહમાં પાછું મોકલવું જરૂરી છે.

તાજેતરની ઘટના શું છે?

પંજાબ સરકારે તાજેતરમાં જ વિધાનસભાનું સત્ર બોલાવ્યું હતું. આ વિશેષ સત્રમાં ઘણા બિલો પણ પસાર થવાના હતા. પરંતુ રાજ્યપાલે આ સત્રને ગેરકાયદેસર ગણાવીને બિલ રજુ કરવાનો પણ ઈન્કાર કરી દીધો. તેની કાર્યવાહી બાદ પંજાબ સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો. તે સમયે વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, "અમે પંજાબના લોકો માટે બિલ રજૂ કરવા માંગતા હતા, પરંતુ રાજ્યપાલે બિલ પસાર કરવાનો ઇનકાર કરી દીધો અને આ સત્રને ગેરકાયદેસર ગણાવ્યું." તે જ સમયે, માને સત્રને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો અને 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો. 

આ બાબતે કેરલ અને તામિલનાડુમાં પણ લાગ્યા છે આરોપ 

આ બાબતે કેરલ અને તામિલનાડુ સરકાર પણ કામ બાબતે રાજ્યપાલ પર કામમાં અવરોધ ઉભા કરવાનો આરોપ લગાવી ચૂકી છે. આ બંને રાજ્યોમાં પણ રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

તમિલનાડુમાં સંઘર્ષ શા માટે?

14 જૂનના રોજ, તમિલનાડુમાં એમકે સ્ટાલિન સરકારમાં પરિવહન મંત્રી સેન્થિલ બાલાજીની ED દ્વારા 'કેશ ફોર જોબ' કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સ્ટાલિને રાજ્યપાલને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, તે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સેન્થિલનો વિભાગ અન્ય મંત્રીને આપવામાં આવે. મુખ્યમંત્રીના આ પ્રસ્તાવને ફગાવી દેતા રાજ્યપાલે 15 દિવસ બાદ મંત્રી બાલાજીને કેબિનેટમાંથી બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ મામલો વેગ પકડ્યા પછી રાજ્યપાલે બીજો આદેશ જારી કર્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

રાજ્યપાલ પાસે છે ત્રણ વિકલ્પ 

સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં કહ્યું કે બંધારણના અનુચ્છેદ 200નો મુખ્ય ભાગ કોઈપણ બિલ રજૂ કરતી વખતે રાજ્યપાલને ત્રણ વિકલ્પ આપે છે. જેમાં પ્રથમ - સૂચિત કાયદાને સંમતિ આપવી, બીજું - પ્રસ્તાવિત કાયદાની સંમતિ અટકાવવી અને ત્રીજું - રાષ્ટ્રપતિની વિચારણા માટે બિલને પોતાની પાસે રાખવું.

આ સિવાય કલમ 200ની પ્રથમ જોગવાઈ અનુસાર રાજ્યપાલ અટકેલા બિલને પુનર્વિચાર માટે અથવા તેમાં ફેરફાર કરવા માટે ગૃહને પાછું મોકલી શકે છે. એટલું જ નહીં, બંધારણમાં એવી જોગવાઈ છે કે રાજ્યપાલ અનુચ્છેદ 154 હેઠળ તેમની કાર્યકારી સત્તાનો ઉપયોગ મંત્રી પરિષદની સલાહ પર જ કરી શકે છે. એટલે કે, રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહ લીધા વિના કોઈપણ ખરડાની સંમતિ રોકી શકતા નથી.

કલમ 200 શું છે?

ભારતીય બંધારણની કલમ 200 મુજબ રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલ સમક્ષ સંમતિ માટે રજૂ કરવાની પ્રક્રિયાની રૂપરેખા આપે છે. આ હેઠળ, રાજ્યપાલ બિલને મંજૂરી આપી શકે છે અથવા અટકાવી શકે છે અથવા બિલને રાષ્ટ્રપતિ દ્વારા વિચારણા માટે અનામત રાખી શકે છે. આ ઉપરાંત, રાજ્યપાલ પણ ગૃહ અથવા ગૃહો દ્વારા પુનર્વિચારની વિનંતી કરતા સંદેશ સાથે બિલ પરત કરી શકે છે.

રાજ્યપાલ કેમ વારંવાર વિવાદમાં આવી રહ્યા છે?

14 રાજ્યોના એવા પક્ષો દ્વારા સંચાલિત છે જે કેન્દ્રમાં સત્તામાં નથી. વિપક્ષની એકતા બાદ બનેલા ઈન્ડિયા એલાયન્સની પણ 11 રાજ્યોમાં સરકારો છે. જો યુપીએ સરકારની વાત કરીએ તો તે સમયે માત્ર 4-5 રાજ્યોમાં જ વિરોધ પક્ષોનું શાસન હતું. રાજકીય નિષ્ણાતોના મતે રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેના સંઘર્ષનું એક મુખ્ય કારણ આ પણ કહી શકાય છે. નિષ્ણાતો કહે છે કે બંધારણમાં દરેકની શક્તિ સમજાવવામાં આવી છે. જો રાજ્યપાલ તેમની બંધારણીય મર્યાદામાં રહે તો ક્યારેય કોઈ વિવાદ નહીં થાય.

રાજ્યપાલનું પદ અને જવાબદારી શું છે?

બંધારણના અનુચ્છેદ 153 મુજબ ભારતીય પ્રજાસત્તાકના દરેક રાજ્ય માટે રાજ્યપાલનું પદ હશે. કેન્દ્રની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. તેમનો કાર્યકાળ પણ રાષ્ટ્રપતિ પર નિર્ભર છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના મતે રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે. રાજ્યપાલ પાસે કાયદાકીય, કારોબારી, નાણાકીય અને ન્યાયિક સત્તાઓ છે. રાજ્યપાલ બહુમતીના આધારે સરકાર રચવા, ગૃહ બોલાવવા અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ પણ કરી શકે છે.

જો સરળ ભાષામાં સમજીએ તો રાજ્યપાલ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના આચાર્ય છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ, જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પણ નિમણૂક કરે છે. કોઈપણ રાજ્યમાં રાજ્યપાલની સંમતિ વિના નાણા બિલ વિધાનસભામાં રજૂ કરી શકાતું નથી. આ સિવાય તેમની પરવાનગી વિના કોઈપણ બિલ કાયદાનું સ્વરૂપ લઈ શકે નહીં.

રાજ્યપાલ અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ, કોની શક્તિ વધારે ? જાણો વિગતવાર 2 - image


Google NewsGoogle News