Get The App

પૂણે પોર્શ કાંડમાં પૈસાનો પાવર: નબીરાને બચાવવા માટે ડૉક્ટરે ત્રણ લાખમાં કર્યો 'ખેલ'

Updated: May 27th, 2024


Google NewsGoogle News
પૂણે પોર્શ કાંડમાં પૈસાનો પાવર: નબીરાને બચાવવા માટે ડૉક્ટરે ત્રણ લાખમાં કર્યો 'ખેલ' 1 - image


Image: Facebook

Pune Porsche Crash Case: પૂણે હિટ એન્ડ રન કેસ અત્યારે ચર્ચામાં છે. ઘટના સમયે સગીર આરોપી પોર્શ કાર ચલાવી રહ્યો હતો. નશાની શંકાના આધારે આરોપીના બ્લડ સેમ્પલ લેવાયા હતા પરંતુ બ્લડ રિપોર્ટમાં દારૂની પુષ્ટિ થઈ નહોતી. હવે આ મુદ્દે નવો ખુલાસો થયો છે. આરોપીના બ્લડ સેમ્પલ જ બદલી દેવાયા હતા જેના કારણે બ્લડના તપાસ રિપોર્ટમાં આલ્કોહોલની પુષ્ટિ થઈ નહોતી. પોલીસે આ મામલે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના એચઓડી અને એક ડોક્ટરની ધરપકડ કરી છે.

આરોપી ડોક્ટર શ્રીહરિ હલનોરને બ્લડ સેમ્પલ બદલવા માટે 3 લાખ રૂપિયા મળ્યા હતા. પૂણે પોલીસની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે સગીર આરોપીના બ્લડ સેમ્પલ કચરામાં ફેંકવામાં આવ્યા. આરોપી ડોક્ટર શ્રીહરિ હલનોરે સગીર આરોપીના બ્લડના સેમ્પલ કચરામાં ફેંકી દીધા. એક અન્ય વ્યક્તિના બ્લડના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા. ડોક્ટર શ્રીહરિ હારલોરે ડિપાર્ટમેન્ટ એચઓડી ડોક્ટર તાવડેના કહેવા પર આવું કર્યું.

આરોપીનું DNA તેના પિતા સાથે મેચ થયું

પૂણે પોલીસ કમિશ્નરે જણાવ્યું કે અમે લેબમાં અને સસૂન હોસ્પિટલમાં સેમ્પલ મોકલ્યા. આરોપીનું ડીએનએ અને તેના પિતાનું ડીએનએ મેચ થઈ રહ્યું છે પરંતુ તે રાત્રે હોસ્પિટલમાં જે સેમ્પલ મોકલવામાં આવ્યા તે મેચ થઈ રહ્યાં નથી. તેથી કાલે સાંજે આરોપી ડોક્ટરની પૂછપરછ કરતા તેમની આજે સવારે ધરપકડ કરવામાં આવી. પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે જે વ્યક્તિના બ્લડની સાથે સેમ્પલ બદલવામાં આવ્યું તે કોણ છે.

પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટનાને અંજામ આપનાર સગીરને રવિવારે મેડિકલ તપાસ માટે પૂણેના સસૂન સરકારી હોસ્પિટલ લઈ જવાયો. આ દરમિયાન સગીરના ઘરના સભ્યોએ ડોક્ટરને રૂપિયાની લાલચ આપી. ડોક્ટર અજય તવરે સસૂન હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના પ્રમુખ છે અને ડો શ્રીહરિ હલનોર જે ઈમરજન્સી વિભાગમાં મુખ્ય મેડિકલ ઓફિસર છે આરોપ છે કે તેમણે બ્લડ સેમ્પલને બદલી દીધું. 

શ્રીહરિ હલનોરે સગીરનું બ્લડ સેમ્પલ લીધું હતું પરંતુ એવું અનુભવ્યા બાદ કે તેમાં આલ્કોહોલ હોઈ શકે છે. તેને બદલવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં ગુનાને છુપાવવા માટે ખાસ કરીને રજા પર ગયેલા ડોક્ટર અજય તવરેએ હસ્તક્ષેપ કર્યો અને બીજા દર્દીનું બ્લડ સેમ્પલ તપાસ માટે આપવામાં આવ્યું. પૂણે પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર પોલીસે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ વધુ એક કલમ ઉમેરી છે. IPLની કલમ 120બી પણ લગાવી છે.


Google NewsGoogle News