ભાજપ અને નવીન પટનાયક વચ્ચે 'પોટેટો પોલિટિક્સ' છંછેડાયું! બંનેને મમતા બેનરજી પાસે 'ઉકેલ'ની આશા

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
Mohan Majhi, Naveen Patnaik, Mamata Banerjee
Image : IANS (File Pic)

Potato Politics in Odisha: હાલના દિવસોમાં ઓડિશામાં 'પોટેટો પોલિટિક્સ' ચાલી રહ્યું છે. રાજ્યમાં બટાકાના પુરવઠામાં અછત હોવાને કારણે ભાવ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકારણ તેજ થયું છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ ઓડિશાના પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી (Mamata Banerjee)ને અપીલ કરી રહ્યા છે.

ઓડિશામાં બટાકાની સપ્લાય પર વિપરીત અસર પડી

રાજ્યમાં ભાજપ (BJP) અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે રેસ ચાલી રહી છે કે સૌથી પહેલા મમતા બેનરજીને કોણ વાત પહોંચાડશે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે (Naveen Patnaik) આ અંગે મમતા બેનરજીને પત્ર લખ્યો હતો. પૂર્વ સીએમએ પત્રમાં લખ્યું હતું કે 'વરસાદને કારણે ઓડિશામાં બટાકાની સપ્લાય પર વિપરીત અસર પડી છે. જેના કારણે ભાવમાં ઘણો વધારો થયો છે, જેથી સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી બટાકાનો પૂરતો પુરવઠો પહોંચાડશો.' આ પત્રના એક દિવસ બાદ ઓડિશાના મુખ્યમંત્રી (Odisha CM) મોહન માઝી (Mohan Majhi) નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને મળ્યા હતા અને તેમણે આ અંગે મમતા બેનરજીને ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : કોણ બનશે અમેરિકાના પ્રમુખ? ગ્લેમરસ જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી, બાઈડેન અંગે સાચું હતું અનુમાન

પશ્ચિમ બંગાળમાં બટાકાના વેપારીઓ હાલ હડતાળ પર છે

જોકે આશ્ચર્યની વાત એવી છે કે પશ્ચિમ બંગાળમાં બટાકાના વેપારીઓ હાલ હડતાળ પર છે. આ વેપારીઓએ રાજ્યના પોલીસ અને સ્થાનિક પ્રશાસન પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. જેથી રાજ્યમાં પણ બટાકાના ભાવમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે પશ્ચિમ બંગાળે અન્ય રાજ્યોમાં બટાકાની સપ્લાય બંધ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ દેશના સૌથી મોટા બટાકા ઉત્પાદકમાં સામેલ છે. 

ઓડિશામાં બટાકાના ભાવ ભડકે બળી રહ્યા છે

ઓડિશામાં બટાકાની અછતને કારણે ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે સરકારે આદેશ આપ્યો છે કે બટાકા 32 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચવા જોઈએ નહીં. જોકે છૂટક બજારમાં બટેટા 50 થી 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ઓડિશાના ફૂડ સપ્લાઈ અને કંન્ઝ્યુમર વેલફેર મંત્રી ચંદ્રા પાત્રાએ જણાવ્યું હતું કે 'બંને રાજ્યોની સરકારો સરળ પુરવઠો મળી રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. પશ્ચિમ બંગાળના અધિકારીઓએ માહિતી આપી છે કે હડતાલને કારણે બટાકાનો પુરવઠો ખોરવાઈ ગયો છે. એકાદ બે દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની આશા છે.'

આ પણ વાંચો : લૂંટો રે ભાઈ લૂંટો : કેસરિયો ખેસ પહેરો, પક્ષના નામે કાળા કરતૂત કરો, અઠવાડિયામાં જ આઠ કેસ

ભાજપ અને નવીન પટનાયક વચ્ચે 'પોટેટો પોલિટિક્સ' છંછેડાયું! બંનેને મમતા બેનરજી પાસે 'ઉકેલ'ની આશા 2 - image


Google NewsGoogle News