જ્ઞાનવાપી કેસમાં કોર્ટના નિર્ણય વિરુદ્ધ પોસ્ટર લાગ્યા, વહીવટી તંત્ર દોડતું થયું

મામલો વધુ બિચકે તે પહેલા જ પોલીસે દિવાલ પરથી પોસ્ટર હટાવી દીધા

હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી કેસમાં કોર્ટના નિર્ણય વિરુદ્ધ પોસ્ટર લાગ્યા, વહીવટી તંત્ર દોડતું થયું 1 - image


Gyanvapi Case : ઉત્તર પ્રદેશના પીલીભીત શહેરની નજીક આવેલા ચિડિયાદાહ ગામમાં જ્ઞાનવાપી મસ્જિદના સમર્થનમાં ઘરોની દિવાલો પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આ માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે મામલો વધુ બિચકે તે પહેલા જ પોલીસે દિવાલ પરથી પોસ્ટર હટાવી દીધા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

શું લખ્યું હતું પોસ્ટરમાં ?

પોલીસ અધિકારીઓ સાથે સુંગારી પોલીસ સ્ટેશનની ફોર્સ આ ગામમાં પહોંચી હતી અને દિવાલો પર લાગેલા પોસ્ટરો હટાવવાનું શરૂ કર્યું હતું. ચિડિયાદાહ ગામમા ઘરોની દિવાલ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટરમાં અંગ્રેજીમાં મોટા અક્ષરોમાં લખેલું હતું કે 'સેવ જ્ઞાનવાપી.' ત્યારબાદ તેની નીચે હિન્દીમાં લખ્યું હતું કે 'અમે કોર્ટના એકતરફી નિર્ણયનો વિરોધ કરીએ છીએ.' આ ઉપરાંત નીચેની લાઈનમાં અંગ્રેજીમાં '09 ફેબ્રુઆરી, ઓન ટ્વિટર ટાઈમ 9 પીએમ' લખ્યું હતું.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

ગુરુવારે અધિકારીઓને આ અંગેની માહિતી મળી હતી, જેના બાદ તરત જ પોલીસ અધિક્ષક વિક્રમ દહિયા, સીઓ સિટી દીપક ચતુર્વેદી સુંગારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજીવ કુમાર શુક્લા ફોર્સ સાથે ચિડિયાદાહ ગામ પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે દિવાલો પર લાગેલા પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીઓએ આખા ગામમાં ફરીને ત્યાંના લોકો પાસેથી આ પોસ્ટરો વિશે પૂછપરછ કરી હતી. જોકે, આ પોસ્ટરો કોણે અને ક્યારે લગાવ્યા છે તે કોઈ કહી શકતું ન હતું. અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે અને આ મામલાની તપાસ કરી રહ્યા છે.

જ્ઞાનવાપી કેસમાં કોર્ટના નિર્ણય વિરુદ્ધ પોસ્ટર લાગ્યા, વહીવટી તંત્ર દોડતું થયું 2 - image


Google NewsGoogle News