Get The App

સંસદ સુરક્ષા ચૂકના માસ્ટરમાઈન્ડ લલિત ઝાના ઘરની બહાર 'ક્રાંતિકારી યોદ્ધા' ગણાવતાં પોસ્ટર લગાવાયા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
સંસદ સુરક્ષા ચૂકના માસ્ટરમાઈન્ડ લલિત ઝાના ઘરની બહાર 'ક્રાંતિકારી યોદ્ધા' ગણાવતાં પોસ્ટર લગાવાયા 1 - image


- પોસ્ટરમાં કલ્પના ઈનામદારની તસવીર અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે

દરભંગા, તા. 21 ડિસેમ્બર 2023, ગુરૂવાર

સંસદની સુરક્ષામાં ચૂકના માસ્ટરમાઈન્ડ દરભંગાના બહેડાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામના લલિત ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરે નવો વિવાદ ઉભો કરી દીધો છે. લલિત ઝાના ભાઈ હરિદર્શન ઝા ઉર્ફે સોનૂએ જણાવ્યું કે, બુધવારે સાંજે લગભગ 4:00 વાગ્યે મુંબઈ અને હરિયાણાના બે અજાણ્યા વ્યક્તિ ઘરે આવ્યા અને કહ્યું કે, ક્રાંતિકારી લલિત સાથે મુલાકાત કરવા માટે અમે લોકો તમારી યાત્રાની વ્યવસ્થા કરી દઈશું. લલિતે કાયરનું કામ નથી કર્યું. તે 'ક્રાંતિકારી યોદ્ધા' છે. બંને થોડા સમય સુધી રોકાયા અને એક પોસ્ટર ઘર પર લગાવીને ચાલ્યા ગયા. 

જે બંને લોકોએ પોસ્ટર લગાવવામાં આવ્યા તેમાં લલિત ઝા, નીલમ, મનોરંજન સાગર, અમોલ શિંદે અને મહેશના ફોટા સહિત તમામ પ્રકારની બાબતો લખી હતી. પોસ્ટરમાં લખ્યુ છે કે, અમને ભૂખ, બેરોજગારી અને મોંઘવારીથી આઝાદી જોઈએ. પોસ્ટરમાં કલ્પના ઈનામદારની તસવીર અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બીકે બ્રજેશે કહ્યું કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી.

બીજી તરફ આ ઘટના બાદ બુધવારે રાષ્ટ્રીય લોક આંદોલનની કાર્યકારી અધ્યક્ષ કલ્પના ઈનામદાર અને બલવીર સિંહ પહોંચ્યા હતા. તેમણે લલિતના માતા-પિતા અને ભાઈ સાથે મુલાકાત કરી આ મામલે સહયોગ કરવાની વાત કરી હતી. આ અગાઉ બે દિવસ પહેલા ATSના અધિકારીઓએ લલિતના માતા-પિતા અને ભાઈની પૂછપરછ કરી હતી. એક કલાકની પૂછપરછમાં લલિત સાથે સબંધિત કેટલાક સવાલ કર્યા હતા. આ સાથે જ ચલ-અચલ સંપત્તિ વિશે પણ પૂછવામાં આવ્યુ હતું.


Google NewsGoogle News