Get The App

પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, 5 લાખ આટલા દિવસોમાં બની જશે 10 લાખ, રોકાણકારો માટે ફાયદાનો સોદો!

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, 5 લાખ આટલા દિવસોમાં બની જશે 10 લાખ, રોકાણકારો માટે ફાયદાનો સોદો! 1 - image


Post Office Saving Scheme: આજે દરેક લોકો પોતાની આવકમાંથી નાના-મોટા અંશે બચત કરતાં હોય છે. અને તેના માટે વિવિધ સરકારી યોજના શોધતા હોય છે કે, એવી કઈ યોજના છે કે, જેમાં સારો નફો મળી રહે અને જોખણ ઓછુ હોય. તો આજે તમને પોસ્ટ ઓફિસની એક  યોજના વિશે વાત કરવાની છે. જેમા તમારુ રોકાણ ઓછું અને નફો વધુ છે. આ યોજનાની ખાસ વાત એ છે કે, આ એક સરકારી સ્કીમ હોવાથી તેમાં કોઈ જોખમ નથી. અને ખાતરીપૂર્વકનું વળતર મળે છે. 

આ પણ વાંચો: - બજેટ પહેલા સુકન્યા સમૃદ્ધિ, PPF જેવી બચત યોજનાઓ માટે સરકારનો મોટો નિર્ણય

પોસ્ટ ઓફિસની આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) યોજના છે, જેમાં પૈસા બમણા થવાની ખાતરી આપવામાં આવે છે.

  • આ KVP યોજના હેઠળ સરકાર તરફથી હાલમાં 7.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે.
  • આ કેન્દ્ર સરકાર આયોજીત સ્કીમ છે, અને તેમા તમે નિશ્ચિત સમયગાળામાં તમારા પૈસા બમણા કરી શકો છો.
  • વિકાસ પત્ર યોજના હેઠળ ઓછામાં ઓછુ રૂ. 1000નું રોકાણ કરી શકે છે. જોકે મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. 
  • પહેલા આ યોજનામાં પૈસા ડબલ થવામાં 120 મહિનાનો સમય લાગતો હતો, પરંતુ હવે તેને ઘટાડીને 115 મહિના કરવામાં આવ્યા છે, એટલે કે 9 વર્ષ અને સાત મહિના થઈ ગયા છે. 
  • જો તમે આ યોજનામાં રૂ. 5 લાખનું રોકાણ કરો છો, તો વાર્ષિક 7.5 ટકાના દરે વળતર આપવામાં આવશે.
  • ગણતરી પ્રમાણે 115 મહિનાની રાહ જોયા પછી આ વ્યાજ દર પ્રમાણે તમારા 5 લાખના 10 લાખ થઈ ગયા હશે. 
  • જો તમે આ યોજના હેઠળ તમારુ એકાઉન્ટ ખોલાવવા માંગતા હોવ તો, માત્ર સિંગલ અથવા જોઈન્ટ જ નહીં પરંતુ ત્રણ લોકો એકસાથે મળીને ખાતું ખોલાવી શકે છે.
  • આ સરકારી યોજના હેઠળ નોમિનીનું નામ ઉમેરવાનું ફરજિયાત છે. કોઈ અનિવાર્ય સંજોગોના કારણે જો તમે ઇચ્છો તો 2 વર્ષ અને 6 મહિના પછી આ એકાઉન્ટ બંધ પણ કરી શકો છો.


Google NewsGoogle News