પૈસા બચાવવા માટે ખૂબ કામની છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જોતજોતાંમાં થઈ જશે રૂ. 12 લાખની બચત

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
પૈસા બચાવવા માટે ખૂબ કામની છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જોતજોતાંમાં થઈ જશે રૂ. 12 લાખની બચત 1 - image


Post Office RD Scheme: બેંકોની જેમ પોસ્ટ ઓફિસમાં પણ વિવિધ બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાથી એક પોસ્ટ ઓફિસ આરડી (Post Office RD) છે. આ સ્કીમ એક પિગી બેંક જેવી છે, જેમાં દર મહિને એક ચોક્કસ રકમ જમા કરવાની હોય છે. આ રકમ પાકતી મુદત પછી વ્યાજ સાથે આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આ આરડી 5 વર્ષની હોય છે. હાલના સમયમાં આ આરડી પર 6.7% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 

આ યોજનામાં વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. તમે જેટલી વધારે રકમ જમા કરો છો, એટલી વધારે રકમ તમે વ્યાજ દ્વારા ઉમેરી શકો છો. જો તમે ઈચ્છો તો પોસ્ટ ઓફિસ આરડી દ્વારા 12 લાખ રૂપિયા સુધી ઉમેરી શકો છો. પરંતુ તેના માટે તમારે દર મહિને 7000 રુપિયાની આરડી કરવી પડશે. આવો જાણીએ કે, 12 લાખ રૂપિયા કેવી રીતે ઉમેરાશે. 

આ રીતે મોટી રકમ ઉમેરાશે

જો તમે આ સ્કીમમાં દર મહિને 7000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 5 વર્ષમાં પોસ્ટ ઓફિસ RDમાં કુલ 4,20,000 રુપિયાનું રોકાણ થશે. જેમાં તમને 6.7 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. આ ગણતરી પ્રમાણે તમને 5 વર્ષમાં માત્ર 79,564 રૂપિયા વ્યાજ તરીકે મળશે. હવે તમારી રોકાણ કરેલી રકમ અને વ્યાજ ઉમેરીને તમારી પાકતી મુદતની રકમ 4,99,564 રૂપિયા એટલે કે લગભગ 5 લાખ રૂપિયા મળશે. 

પરંતુ તમારે RDને પાકતી મુદત પહેલા આગામી 5 વર્ષ માટે એક્સટેંડ કરાવી પડશે. એટલે કે, RDને પૂરા 10 વર્ષ સુધી ચાલવું પડશે. જો તમે 10 વર્ષ સુધી સતત રોકાણ કરો છો, તો તમારું કુલ રોકાણ 8,40,000 રૂપિયા થશે. તેના પર 6.7 ટકાના દરે માત્ર 3,55,982 રૂપિયા વ્યાજ આપવામાં આવશે અને મેચ્યોરિટી પર 11,95,982 રૂપિયા એટલે કે અંદાજે 12 લાખ રૂપિયા મળશે.

આ રીતે થશે એક્સ્ટેંશન 

પોસ્ટ ઓફિસ RDનું એક્સ્ટેંશન કરાવવા માટે તમારે સંબંધિત પોસ્ટ ઓફિસમાં અરજી કરવાની રહેશે. જે વ્યાજ દરે એકાઉન્ટ મૂળ ખોલવામાં આવ્યું હતું, તે જ વ્યાજ દર લાગુ થશે. વિસ્તરણ સમયગાળા દરમિયાન એક્સ્ટેંશન ખાતું કોઈપણ સમયે બંધ કરી શકાય છે. સંપૂર્ણ વર્ષ માટે તમને RD વ્યાજ દરનો લાભ મળશે, એક વર્ષથી ઓછા સમયગાળા માટે પોસ્ટ ઓફિસ બચત ખાતાના વ્યાજ દર લાગુ થશે.

ઉદાહરણ તરીકે, જો તમે 5 વર્ષ માટે એક્સ્ટેંશન કરેલા ખાતામાંથી 3 વર્ષ અને 6 મહિના પછી જ પૈસા ઉપાડો છો, તો તમને ત્રણ વર્ષ માટે 6.7 ટકા વ્યાજ મળશે. પરંતુ 6 મહિના માટે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનું 4 ટકાનો દર વ્યાજ આપશે. પરંતુ જો તમે પોસ્ટ ઓફિસ આરડીમાંથી રૂ. 12 લાખ કમાવવા માંગતા હો, તો તમારે 7000 હજારનું રોકાણ પૂરા 5 વર્ષ માટે એક્સ્ટેંશનો સમય વધારવો પડશે. 


Google NewsGoogle News