સરકારની આ બચત યોજનામાં રોકાણકારની મૂડી ડબલ થવાની શક્યતા, જાણો તમામ વિગતો
Kisan Vikas Patra: સરકારની નાની બચત યોજનાઓ સામાન્ય વ્યક્તિને પણ સંપત્તિ સર્જન કરવાની તક આપી રહી છે. પોસ્ટ ઑફિસની એક સ્કીમ રોકાણકારને માત્ર 115 મહિના(સાડા નવ વર્ષ)માં મૂડી ડબલ કરી આપે છે.
રીસ્ક વિના મૂડી ડબલ કરી આપતી સ્કીમ
કિસાન વિકાસ પત્રમાં રીસ્ક વિના આકર્ષક રિર્ટન અને કમ્પાઉન્ડિંગના લાભના કારણે રોકાણકારોની મૂડી દસ વર્ષમાં ડબલ કરી આપે છે. જેમાં ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી શકો છે. ત્યારબાદ તેના ગુણાંકમાં રોકાણ કરી શકાય. જેમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
આ પણ વાંચોઃ UKમાં ભણવા કે નોકરી કરવા જતાં ભારતીયોને ઝટકો! જાન્યુઆરીથી લાગુ થશે વિઝાના નિયમ
રોકાણ પર મળે છે 7.5 ટકા વ્યાજ
કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર 7.5 ટકા વ્યાજ મળે છે. જેમાં કમ્પાઉન્ડિંગના ધોરણે વ્યાજ મળતું હોવાથી મૂડી ડબલ થાય છે. 10 વર્ષથી વધુ વયના બાળકોના નામ પર આ યોજનામાં રોકાણ કરી શકો છો. 5 લાખના રોકાણ પર 115 માસના અંતે કુલ રૂ. 10 લાખ મળી શકે છે. ઉલ્લેખનીય છે, રોકાણકારને મળતી રકમમાં ટેક્સ સામેલ છે. અગાઉ આ યોજનાનો મેચ્યોરિટી પિરિયડ 123 માસ હતો. જે ઘટાડી 115 કરવામાં આવ્યો છે. આ યોજનામાં રોકાણકાર પોતાની મરજી મુજબ એક કે તેથી વધુ ખાતા ખોલાવી શકે છે.