ભારતની આઝાદી અને સ્વતંત્ર્ય સેનાનીઓનો જે સ્થળ સાથે છે અદભૂત સંબંધ, તે સ્થળનું નામ બદલાયું
Centre Renames Port Blair : કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું છે. પોર્ટ બ્લેર હવે તે 'શ્રી વિજય પુરમ' તરીકે ઓળખાશે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે.
ગૃહમંત્રીએ પોસ્ટ કરી આપી માહિતી
તેમણે કહ્યું છે કે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે ‘શ્રી વિજય પુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે, આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે.’
देश को गुलामी के सभी प्रतीकों से मुक्ति दिलाने के प्रधानमंत्री श्री @narendramodi जी के संकल्प से प्रेरित होकर आज गृह मंत्रालय ने पोर्ट ब्लेयर का नाम ‘श्री विजयपुरम’ करने का निर्णय लिया है।
— Amit Shah (@AmitShah) September 13, 2024
‘श्री विजयपुरम’ नाम हमारे स्वाधीनता के संघर्ष और इसमें अंडमान और निकोबार के योगदान को…
ભારતની આઝાદી સાથે પણ સંકળાયેલું છે પોર્ટ બ્લેર
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પ્રથમ ત્રિરંગો લહેરાવવામાંથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે ભયંકર અથડામણમાં 4 જવાનો શહીદ, કઠુઆમાં બે આતંકી ઠાર