Get The App

ભારતમાં જન્મદરમાં ચિંતાજનક ઘટાડો, 2050 સુધીમાં યુવા વર્કફોર્સની ગંભીર અછત વર્તાશે : રિપોર્ટ

2050 સુધીમાં વસતિ ઓછી થઈ જશે ભારતમાં ફર્ટીલિટી રેટ 6.2થી ઘટીને બે થયો

લાન્સેટ જનરલનો અહેવાલ : ભારતમાં 2050માં વર્ષે માંડ 1.3 કરોડ બાળકોનો જન્મ થશે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
ભારતમાં જન્મદરમાં ચિંતાજનક ઘટાડો, 2050 સુધીમાં યુવા વર્કફોર્સની ગંભીર અછત વર્તાશે : રિપોર્ટ 1 - image


- 1950માં એક મહિલા સરેરાશ 4.8 બાળકોને જન્મ આપતી હતી, 2021માં 2.2 બાળકોને જન્મ આપે છે : 2100માં એક દંપતીએ એવરેજ એક બાળકનો જન્મ થતો હશે

- 2016માં દુનિયામાં 14.2 કરોડ બાળકો જન્મ્યાં હતાં, 2021માં ઘટીને 12.9 કરોડ બાળકોનો જન્મ થયેલો

- ભારતમાં 1950માં એ સમયની વસતિના પ્રમાણમાં વર્ષે 1.6 કરોડ બાળકોનો જન્મ થયો હતો. 

નવી દિલ્હી : લાન્સેટ જર્નલના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ભારતમાં જન્મદર ઘટી ગયો છે અને ૨૦૫૦ સુધીમાં જન્મદર ખૂબ નીચે જશે એટલે વસતિ ઘટી જશે. ૧૯૫૦માં ભારતમાં ફર્ટીલિટી રેટ ૬.૨ હતો. હવે એ ઘટીને ૨ થયો છે. ૨૦૫૦ સુધીમાં જન્મદર ૧.૩ થાય તેવો અંદાજ છે. ગ્લોબલ જન્મદરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ૧૯૫૦માં ગ્લોબલ જન્મદર ૪.૮ હતો, હવે એ ઘટીને ૨.૨ થઈ ગયો છે. એક દંપતી સરેરાશ બે બાળકોને જન્મ આપવાનું પણ ટાળે છે તેથી આગામી દશકામાં યુવા વર્કફોર્સની મોટી અછત સર્જાશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે જન્મદર આદર્શ રીતે ઓછામાં ઓછો બે હોવો જોઈએ.

૨૦૨૧માં ૨.૨ કરોડ બાળકો જન્મ્યા હતા. પરંતુ આ જન્મદરમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો હોવાથી ૨૦૫૦ સુધીમાં વર્ષે ૧.૩ કરોડ બાળકો જ જન્મશે. તેના કારણે યુવા વસતિની મોટી અછત સર્જાશે અને તેની અસર ગ્લોબલ વર્ક ફોર્સ પર થશે. ભારતમાં ૧૯૫૦ના દશકામાં એક મહિલા સરેરાશ ૬.૨ બાળકોને જન્મ આપતી હતી. 

૧૯૮૦ આવતા આવતા એક મહિલા સરેરાશ ચાર બાળકોને જન્મ આપતી થઈ હતી. ૨૧મી સદીમાં આ એવરેજ ઘટી ગઈ છે. હવે એક મહિલા સરેરાશ બે બાળકોને જન્મ આપે છે. ગ્લોબલ ટ્રેન્ડ પણ લગભગ આ જ પ્રકારનો ચાલી રહ્યો છે. ૧૯૫૦ના ગાળામાં દુનિયામાં મહિલાઓ સરેરાશ ૪.૮ બાળકોને જન્મ આપતી હતી. ૨૦૨૧માં એ ૨.૨ બાળકોને જન્મ આપે છે. ૨૦૫૦માં ૧.૮ બાળકોને જન્મ આપતી હશે અને ૨૧૦૦માં ૧.૬ બાળકોનો જન્મ થતો હશે. એમાંય સમૃદ્ધ દેશોમાં આ એવરેજ ઘણી નીચી છે. ગરીબ કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં મહિલાઓ સરેરાશ વધારે બાળકોને જન્મ આપે છે. ભણેલી, નોકરી કરતી કે મોટા શહેરોમાં રહેતી કારકિર્દીલક્ષી મહિલાઓ બે બાળકોને જન્મ આપવાનું ટાળતી હોવાનું અહેવાલમાં કહેવાયું હતું.

દુનિયામાં ૧૯૫૦માં ૯.૩ કરોડ બાળકોનો જન્મ થયો હતો એવો અંદાજ છે. યાદ રહે ત્યારે દુનિયાની વસતિ માંડ ૨૫૦ કરોડ હતી. તેની સરખામણીએ ૯-૧૦ કરોડ બાળકોનો જન્મ થયો હોય તેનો અર્થ એવો થાય કે જન્મદર ઘણો ઊંચો હતો. ૨૦૧૬માં વર્ષે જગતમાં ૧૪.૨ કરોડ બાળકો જન્મયાં હતા. ૨૦૨૧માં એમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ૧૨.૯ કરોડ બાળકોનો જન્મ થયો હતો. લાન્સેટ જર્નલના અહેવાલમાં કહેવાયું કે ઘટાડોનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે હવે આગામી દશકામાં પણ યથાવત રહેશે ને સતત ઘટશે. 

પરિણામે દુનિયાની વસતિ ઘટતી જશે. એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિનો જન્મ થાય તો વર્કફોર્સ જળવાઈ રહે છે, પરંતુ કપલ દીઠ એક બાળકનો ટ્રેન્ડ શહેરોમાં જોવા મળતો હોવાથી ૨૦૫૦ સુધીમાં મોટું પરિવર્તન આવશે. ૨૧૦૦માં તો દુનિયામાં એક કપલે માંડ એક બાળકનો જન્મ થતો હશે. આ સ્થિતિથી વસતિમાં અસંતુલન સર્જાશે.


Google NewsGoogle News