Get The App

PHOTOS: પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, તોઈબાનો કમાન્ડર... પૂંછ આતંકી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદ ઓળખાયા

Updated: May 8th, 2024


Google NewsGoogle News
PHOTOS: પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, તોઈબાનો કમાન્ડર... પૂંછ આતંકી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદ ઓળખાયા 1 - image
Image Twitter 

Poonch Terrorist Attack  : શનિવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં શનિવારે ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ચાર જવાનો ઘાયલ થયા હતા. સેના હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને શોધવામાં જોડાયેલ છે. તે દરમિયાન ત્રણ નામ સામે આવ્યા છે, જેને સુરક્ષાદળો શોધી રહ્યા છે. તેમાંથી એક પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે અને એક લશ્કરનો કમાન્ડર છે.

તપાસમાં ત્રણ નામો સામે આવ્યા હતા

સુરક્ષાદળો પૂંછ આતંકી હુમલાના ગુનેગારોને શોધી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ સેના માટે સર્ચ ઓપરેશનનું કેન્દ્ર બની ગયુ છે. સુરક્ષા તંત્રના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, તપાસ દરમિયાન ત્રણ નામો સામે આવ્યા છે, જેમા એક  ભૂતપૂર્વ પાક આર્મી કમાન્ડો ઇલ્યાસ, જેનું કોડ નેમ ફૌજી છે. લશ્કર કમાન્ડર અબુ હમઝા અને હાદૂન છે. 

મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે સર્ચ અભિયાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય જૈશ કમાન્ડ હેઠળ કામ કરી રહ્યા હતા, અને જૈશ-એ-મોહમ્મદની નજીકના PAFF માટે હુમલામાં અંજામ આપી રહ્યા હતા. જો કે હાલમાં તેમની ઓળખ અંગે પુષ્ટિ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. અને તેમને શોધવા માટે રાજૌરી-પૂંચ જંગલ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ મુદ્દે પહેલાથી જ ઘણા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, અને આ ત્રણ સાથેના તેમના સંબંધો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LoC નજીક કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળ્યા બાદ મોટાપાયે સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

TRF ચીફ બાદ આર્મીનું આગામી ટારગેટ

TRF ચીફને ખતમ કર્યા બાદ હવે સેનાનું ફોકસ આગામી બે મોટા ટાર્ગેટ પર છે. ચૂંટણી પહેલા હિઝબુલના ઓપરેશનલ કમાન્ડર ફારૂક નાલી અને લશ્કર ખીણના પ્રમુખ રિયાઝ સેત્રીને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, તેના પર 10 લાખ રુપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને ખૂબ જ ખતરનાક છે, કારણ કે તેઓ નવા લોકોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકી સંગઠનમાં ભરતી કરી શકે છે. તેઓ ચૂંટણી પહેલા ડર ઉભો કરવા માટે મોટો હુમલો કરવાની યોજના પણ બનાવી શકે છે. તેથી તેની શોધ માટે મોટાપાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News