પૂજા ખેડકર સામે કેન્દ્ર સરકારનું 'ફાઇનલ' એક્શન: તાત્કાલિક ધોરણે IASમાંથી દૂર કરી

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
Puja Khedkar


Puja Khedkar Controversy Government Action : બરતરફ ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ તાત્કાલિક અસરથી પૂજા ખેડકરને ભારતીય વહીવટી સેવામાંથી (IAS) મુક્ત કરી દેવામાં આવી છે. સરકારે UPSC પરીક્ષામાં OBC અને વિકલાંગતા ક્વોટાનો દુરુપયોગ કરવા બદલ પૂજા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અગાઉ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) 31 જુલાઈએ પૂજાની ઉમેદવારી રદ કરી હતી. આ ઉપરાંત, પૂજાને ભવિષ્યની પરીક્ષાઓમાંથી પણ વંચિત રાખવામાં આવી હતી.

પૂજાએ OBC અને PWBD ક્વોટા હેઠળ પરીક્ષા આપી 

પૂજા ખેડકરે 2020-21માં OBC ક્વોટા હેઠળની પરીક્ષામાં 'પૂજા દિલીપરાવ ખેડકર' નામ સાથે હાજર રહી હતી. 2021-22માં તમામ પ્રયાસો પૂર્ણ કર્યા પછી, પૂજાએ OBC અને PWBD (પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ) ક્વોટા હેઠળ પરીક્ષા આપી હતી. આ પછી તેણે 'પૂજા મનોરમા દિલીપ ખેડકર' નામનો ઉપયોગ કર્યો હતો. પૂજાએ ઓલ ઈન્ડિયા લેવલ પર 821 રેન્ક મેળવ્યો હતો.

આ પણ વાંચો : ભારત આવી રહ્યા છે અબુ ધાબીના 'યુવરાજ': જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે આ પ્રવાસ, દુનિયાભરના દેશોની નજર

સરકારે તપાસ હાથ ધરી હતી

તેની ઉમેદવારીના દાવાઓ ચકાસવા માટે 11 જુલાઈના રોજ એક-સદસ્યની સમિતિની રચના કરવામાં આવી હતી અને 24 જુલાઈના રોજ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખીને સરકારે IAS (પ્રોબેશન) નિયમો 1954ના નિયમ 12ની જોગવાઈઓ અનુસાર તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : PM મોદી અને મોહમ્મદ યુનુસની મુલાકાત પર સસ્પેન્સ, બાંગ્લાદેશની અપીલ છતાં ભારતે કેમ અટકાવ્યો નિર્ણય?

OBC અને વિકલાંગતા ક્વોટા હેઠળ મંજૂર કરાયેલા મહત્તમ 9 પ્રયાસો

પૂજાએ 2012થી 2023 વચ્ચે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) માટે અરજી કરીને પરીક્ષા આપી હતી. જેમાં CSE-2012 અને CSE-2023 વચ્ચેના અરજીમાં પૂજા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એવું જાણવા મળ્યું છે કે તેણે OBC અને વિકલાંગતા ક્વોટા હેઠળ મંજૂર કરાયેલા મહત્તમ 9 પ્રયાસો કરતાં વધુ પ્રયાસો કર્યા હતા. તેથી 2012 અને 2020ની વચ્ચે એટલે કે CSE-2022 પહેલા સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં તમામ પ્રયાસો પૂર્ણ કર્યા હતા.


Google NewsGoogle News