ભાજપ પર ભારે પડી રહ્યો છે યોગીનો નિર્ણય? બિહારના રાજકારણમાં હલચલ તેજ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ભાજપ પર ભારે પડી રહ્યો છે યોગીનો નિર્ણય? બિહારના રાજકારણમાં હલચલ તેજ 1 - image


Politics in Bihar against Yogi's decision: તાજેતરમાં જ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અતિશયોક્તિ સાથે એક નિવેદન આપતા કેન્દ્ર સરકાર વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, જે રીતે ભાજપની નીતિઓ સામે સહયોગી પક્ષોનો વિરોધ થઈ રહ્યો છે. તેને જોતા કેન્દ્ર સરકાર તેમના 5 વર્ષનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે. આમ તો, કેન્દ્રની વર્તમાન સરકાર પર મુશ્કેલીઓનો તબક્કો શરૂ થઈ જ ગયો છે. જેમાં વિશેષ રાજ્યનો દરજ્જો, જાતિ આધારિત વસ્તી ગણતરી, 9મી અનુસૂચિમાં અનામતની ટકાવારી વધારવા અંગે પહેલાથી જ ગૂંચવણો ચાલી રહી છે અને હવે CM યોગી આદિત્યનાથ દ્વારા કાવડ યાત્રાના રસ્તા પરના દુકાનદારોને તેમનું નામ અને ધર્મ લખવાની ફરજ પાડતા નવી બબાલ ઉભી થઈ છે. ઈન્ડિયા ગઠબંધનના પક્ષોનો વિરોધ તો જોરશોરની ચાલી રહ્યો છે, પરંતુ અહીં મુદ્દાની વાત એ છે કે, હવે એનડીએના સહયોગી દળો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરંતુ એનડીએના સહયોગી પક્ષોના વિરોધનો મતલબ વિરોધ માત્ર દેખાવ પુરતો જ છે, બીજું કંઈ નથી.

શું છે યોગી આદિત્યનાથની સૂચના?

22 જુલાઈથી પવિત્ર કાવડ યાત્રા શરુ થઈ રહી છે, જેમાં કાવડ યાત્રીઓ પવિત્ર ગંગાજળ લઈને પોતાના ઈષ્ટદેવને અર્પણ કરે છે. કાવડ તીર્થયાત્રીઓ માટે એક મોટું પગલું ભરતા સીએમ આદિત્યનાથે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રાના રોડ પર ખાદ્યપદાર્થોની દુકાન ધારકોને 'નેમપ્લેટ' લગાવવાનો આદેશ આપ્યો છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કોઈપણ રીતે આવા દુકાનદારોએ દુકાનો પર માલિક સંચાલકનું નામ લખવું જોઈએ, આ સાથે તેમણે તેમના ધર્મ વિશે પણ લખવાનું રહેશે. હકીકતમાં આ નિર્ણય ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જળવાય તે માટે કરવામાં આવ્યો છે. આ સાથે હલાલ સર્ટિફિકેશન ધરાવતા ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જો કે, શરૂઆતમાં આ નિર્ણય માત્ર મુઝફ્ફરનગર જિલ્લા પૂરતો જ સીમિત હતો, પરંતુ હવે રાજ્ય સરકારના આદેશ પર સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. 

એનડીએના સહયોગીઓ માટે મુશ્કેલી વધી

યોગી આદિત્યનાથના આ નિર્ણય બાદ બિહારના સંદર્ભમાં આરજેડી દ્વારા વિરોધ તેજ થઈ ગયો છે. રાજ્યમાં ચાર વિધાનસભાઓ પર ચૂંટણી યોજાવાની છે, અને જો વર્ષ 2025 પહેલા ચૂંટણી યોજાશે તો એનડીએ કેટલાક સહયોગી પક્ષોમાં મુશ્કેલીઓ વધી જશે. જનતા દળ યુ (JDU)ની રાજનીતિની પહેલેથી જ ગુના, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા રહી છે. એલજેપીએ આ વાત પર વકિલાત કરતાં કહ્યું કે, નાયબ મુખ્યપ્રધાન મુસ્લિમ હોવા જોઈએ. જો કે વિધાનસભા ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ યોગી આદિત્યનાથની આ સુચનાઓ પર એલજેપી અને જેડીયુ તરફથી ટિપ્પણીઓ આવી છે.

ધાર્મિક ભેદભાવવાળી સૂચનાઓ પાછી ખેંચી લેવી જોઈએઃ કેસી ત્યાગી

જનતા દળ યુ (જેડીયુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ યોગી સરકારની સુચનાઓને ધાર્મિક ભેદભાવ પેદા કરનારી ગણાવતાં સ્પષ્ટ કહ્યું કે, મુઝફ્ફરનગર પોલીસના આદેશને પાછો ખેંચી લેવો જોઈએ. જેમાં કાવડ યાત્રાના રૂટ પર આવેલી ભોજનાલયો અને ખાણીપીણીની દુકાનો પર તેમના માલિકોના નામ લખવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાથી સાંપ્રદાયિક તણાવ પેદા થઈ શકે છે અને ધર્મ કે જાતિના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. ત્યાગીએ ફરી એકવાર નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, એવો કોઈ આદેશ જારી ન કરવો જોઈએ, કે જેનાથી સમાજમાં સાંપ્રદાયિક વિભાજન પેદા થાય.

જાતિ અને ધર્મ પર વિભાજન સ્વીકાર્ય નથી: ચિરાગ પાસવાન

એનડીએની કેન્દ્ર સરકારમાં સામેલ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ સીએમ યોગી આદિત્યનાથના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મારી લડાઈ જાતિવાદ અને સાંપ્રદાયિકતા સામે છે. એટલે જ્યાં પણ જાતિ-ધર્મના ભાગલાની વાત થશે, હું તેને ક્યારેય સમર્થન નહીં આપું. 


Google NewsGoogle News