રામ મંદિર કાર્યક્રમ અંગે સંજય રાઉતના વિવાદિત નિવેદન પર મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આપ્યો જડબાતોડ જવાબ
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણ હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ સમારોહ માટે અનેક મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેના પર હવે રાજકારણ ગરમાયું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે,તેમની પાર્ટીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. આનો જવાબ રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આપ્યો છે.
સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ‘સંજય રાઉતને ઘણાં દુ:ખ છે, જે વ્યક્ત કરી શકતા નથી. તેથી ભગવાન રામને આમાં ખેંચી રહ્યા છે. ભાજપે આસ્થા અને વિશ્વાસ પર સત્તા મેળવી છે. જેમણે ભગવાન રામને નકાર્યા તેઓ હારી ગયા અને જેણે સ્વીકાર્યા તેમને જીત મળી છે.’
શિવસેનાના સાંસદે શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું કે,'જો કોઈ પક્ષ કહે છે કે, રામ અમારા છે તેઓ ભગવાનના નામને બદનામ કરી રહ્યા છે. અમારી પાર્ટીએ રામ માટે બલિદાન આપ્યું છે. હવે મને લાગે છે કે, પીએમઓના બાદલે ભાજપ સરકાર અયોધ્યામાંથી જ ચાલશે. 22મી જાન્યુઆરી બાદ શ્રીરામને પાર્ટીના ઉમેદવાર જાહેર કરી શકે છે.’
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડ સૌથી મહત્વપૂર્ણ
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌથી શુભ સમય 84 સેકન્ડનો રહેશે.આ સમયે આકાશમાં 6 ગ્રહો અનુકૂળ સ્થિતિમાં રહેશે. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્તને સૌથી સચોટ માનીને પસંદ કર્યો છે. જોકે, ભૂમિ પૂજન માટેનો શુભ સમય જ્યોતિષ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવીએ પણ નક્કી કર્યો હતો.