Get The App

હિન્દુઓની ઘટતી વસતીના અહેવાલ પર રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું - 'ભાજપનો નકામો મુદ્દો'

Updated: May 9th, 2024


Google NewsGoogle News
હિન્દુઓની ઘટતી વસતીના અહેવાલ પર રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું - 'ભાજપનો નકામો મુદ્દો' 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)નો નવો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, 1950થી ભારતમાં હિન્દુઓની વસ્તીમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ મુસ્લિમોની વસ્તીના ગ્રાફમાં 43 ટકાનો ઝડપથી વધારો થયો છે. આ મુદ્દે રાજકીય ઘમાસાણ શરૂ થયો છે. ભાજપનો આરોપ છે કે, 'આ બધું મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓનું પરિણામ છે.' સાથે જ કોંગ્રેસનું કહેવું છે કે બેરોજગારી, ખેડૂતો અને મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર વાત થવી જોઈએ.

લોકોના જીવન સાથે જોડાયેલા મુદ્દા પર વાત થવી જોઈએ 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, 'આપણે એવા મુદ્દાઓ પર વાત કરવી જોઈએ જે લોકોના જીવન સાથે જોડાયેલા છે. બેરોજગારી, ખેડૂતો, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ભાજપના લોકો પોતાની મેળે મુદ્દાઓ બનાવે છે, તેથી જ તેઓ બોલતા રહે છે. આ મુદ્દાઓ નથી.

બિહારના નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું?

બિહારના નાયબ મુખ્યમંત્રીએ અને બીજેપી નેતા વિજય સિન્હાએ કહ્યું કે, 'ચૂંટણી પછી આ મુદ્દાની સમીક્ષા કરવામાં આવશે. અમે તુષ્ટિકરણની રાજનીતિ નહીં થવા દઈએ. હવે અમે ભારત માતાના સંતાનોને સંતુષ્ટ કરીશું.' લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને કહ્યું કે, 'જો આવું થયું હોય તો તે ચિંતાનો વિષય છે. સર્વસમાવેશક વિકાસમાં સાથે મળીને આગળ વધીએ. આ અંગે અભ્યાસ થવો જોઈએ.'

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે, 'આ અહેવાલ કોણે બનાવ્યો? વોટ્સએપ યુનિવર્સિટીના અહેવાલનો જવાબ આપશે નહીં.'

અહેવાલમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના અહેવાલ અનુસાર, 'દેશમાં હિન્દુઓની વસ્તીમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 1950ની સરખામણીમાં 2015 સુધીમાં લઘુમતીઓની વસ્તીમાં 43.15 ટકાનો વધારો થયો છે. 1950માં મુસ્લિમોની વસ્તી 9.84 ટકા હતી. 2015માં મુસ્લિમોની વસ્તી વધીને 14.09 ટકા થઈ ગઈ છે. જો કે, આ દરમિયાન જૈનો અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખ્રિસ્તીઓમાં 5.38%, શીખોમાં 6.58% અને બૌદ્ધોમાં થોડો વધારો જોવા મળ્યો છે.'


Google NewsGoogle News