હિંદુ કોડ બિલનો વિરોધ કરવા એક રાજકીય પક્ષની સ્થાપના કરાઈ હતી, જેના વડા જાણીતા સંત હતા
image Wikipedia |
Lok Sabha Election 2024: આ રાજકીય પક્ષની રચના ભારતની આઝાદીના બીજા વર્ષે એટલે કે 1948માં કરવામાં આવી હતી. જે જાણીતા સાધુ હરિહરાનંદ સ્વામી કરપાત્રી મહારાજે બનાવી હતી. જો કે આ પાર્ટીની શરુઆત તો હિંદુ કોડ બિલના વિરોધમાં કરવામાં આવી હતી, પરંતુ પછી તેમણે નિર્ણય કર્યો કે, આ રામના નામે દેશમાં ચૂંટણી લડશે અને રામ રાજ્ય પણ લાવશે.
પાર્ટીનું નામ અખિલ ભારતીય રામ રાજ્ય પરિષદ (RRP) હતું. દેશની પહેલી લોકસભા ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. રામ રાજ્ય પરિષદે આ ચૂંટણી હિંદુ પુનરુત્થાન અને હિંદુ રાષ્ટ્રની માંગ સાથે લડ્યા હતા.
આ પાર્ટી પહેલી ચૂંટણીમાં કુલ લડવામાં આવેલી 61 બેઠકોમાંથી માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી હતી, જો કે, દેશના 'હિન્દી પટ્ટા', ખાસ કરીને રાજસ્થાનમાં. અને પછીની વિધાનસભા ચૂંટણીઓમાં તેને મધ્યમ સફળતા મળી હતી.
શરુઆત ધર્મ બદલતા હિન્દુઓની ઘરવાપસીથી થઈ હતી
હકીકતમાં કરપાત્રી મહારાજા દેશની આઝાદી પહેલા સક્રિય હતા પરંતુ હિંદુ ધર્મને લઈને. તેમણે વર્ષ 1940 માં ધર્મ સંઘની સ્થાપના કરી હતી, અને જેઓ ધર્માંતરિત થયેલા હિંદુઓને ઈસ્લામમાંથી પાછા લાવવામાં લાગેલા હતા.
Image Wikipedia |
પછી હિન્દુ કોડ બિલનો જોરદાર વિરોધ કર્યો
એ સમયે અન્ય હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટીઓની જેમ આરઆરપીએ નેહરુ અને બીઆર આંબેડકરના હિંદુ કોડ બિલના અમલ સામે લડત લડી હતી. જેમા એક ધર્મનિરપેક્ષ એકીકૃત નાગરિક સંહિતાના પક્ષમાં હિન્દુ વ્યક્તિગત કાયદાને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી, જે અંગ્રેજો દ્વારા શરુ કરવામાં આવી હતી.
કરપાત્રી મહારાજે સૌથી પહેલા બાબરી મસ્જિદ તોડવાની અપીલ કરી હતી.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કરપાત્રી અને આરઆરપી અયોધ્યા-રામ મંદિર મુદ્દે શરૂઆતના દિવસોમાં સામેલ હતા. તેમણે તે સ્થળે બાબરી મસ્જિદ તોડી પાડવાની અપીલ કરી હતી, ત્યારે દેશની કોઈ પાર્ટી કે સંગઠને આ મુદ્દો ઉઠાવ્યો પણ નહોતો કે વિચાર પણ કર્યો નહોતો.
1949માં બાબરી મસ્જિદની પાસે સ્થાનિક મંદિરને તોડી પાડવામાં આવતાં કરપાત્રી મહારાજે 9 દિવસીય અખંડ પાઠના આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે પછી કેટલાક લોકોએ મસ્જિદમાં તોડ-ફોડ કરી હતી અને ભગવાન રામની મૂર્તિઓ રાખવામાં આવી હતી. જો કે, તે સમયે વ્યાપક સમર્થન ન મળતા આ મુદ્દાને વધુ ઉઠાવવામાં આવ્યો નહોતો.
શું હતી સ્વામી કરપતિના નામની સ્ટોરી ?
સ્વામી કરપાત્રી મહારાજના નામ પાછળ પણ એક કથા જોડાયેલી છે. વાસ્તવમાં તેઓ ક્યારેય વાસણમાં ખાતા જ નહોતા. તેઓ હંમેશા પોતાના હાથમાં ખોરાક લેતા હતા, એટલે કે તેઓએ પોતાના હાથને જ ખાવા માટેનું પાત્ર બનાવ્યું હતું. તેથી જ તેમનું નામ કરપાત્રીજી મહારાજ પડ્યું હતું.
તેઓ ઈચ્છતા હતા કે દેશમાં હિંદુ રાજ્યોની સ્થાપના થાય
સ્વામી કરપાત્રી હિંદુઓમાં ખૂબ જ સિદ્ધ માનવામાં આવતા હતા. રાજકીય નેતાઓ અને શંકરાચાર્યોમાં તેમનું ખૂબ સન્માન હતું. દેશની આઝાદી પછી તેમણે નહેરુ સરકારના હિંદુ કોડ બિલ વિરુદ્ધ મોટું આંદોલન ચલાવ્યું હતું, અને તે પછી ગૌરક્ષા પર પણ મોટું અભિયાન પણ ચલાવ્યું. સ્વામી કરપાત્રી મહારાજ ઈચ્છતા હતા કે, આઝાદી પછી દેશમાં હિંદુ શાસનની સ્થાપના થાય.
સ્વામીની સભામાં એકત્ર થતી હતી મોટી ભીડ
આ પાર્ટીએ 50 અને 60ના દાયકામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી, પરંતુ સંસદીય રાજનીતિ અને ચૂંટણીઓમાં તે બહુ સફળતા ન મેળવી શકી. સ્વામી કરપાત્રી મહારાજ જ્યારે ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા હતા, ત્યારે તેમને સાંભળવા માટે મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતી હતી. ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ તેમની પાર્ટીને નોંધપાત્ર રીતે આર્થિક મદદ કરી. કરપાત્રી મહારાજે 1952, 1957 અને 1962ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમના પક્ષના ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
તે પછી રામરાજ્ય પરિષદ જનસંઘમાં ભળી ગઈ
થોડા સમય બાદ આ રામરાજ્ય પરિષદ ભારતીય જનસંઘમાં ભળી ગઈ હતી. જે હાલમાં ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાય છે. સ્વામી કરપાત્રીનું 75 વર્ષની વયે વારાણસીમાં અવસાન થયું. તેમનું મૂળ નામ હરિ નારાયણ ઓઝા હતું. તેઓ દશનમી પરંપરાના સાધુ હતા. ધર્મશાસ્ત્રોમાં તેઓ વિદ્ધાન હતા અને તેમને ધર્મસમ્રાટની પદવી આપવામા આવી હતી.
તેઓએ એક અખબાર પ્રકાશિત કર્યું, જે આજે પણ ચાલુ છે
સ્વામીજીની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે, એક વાર કોઈ વસ્તુ વાંચી લીધા બાદ વર્ષો પછી પણ તે વાત તેઓ કહી શકતા હતા. તેમજ આ ઉપરાંત પુસ્તકના અમુક પાના પર અમુક ચોક્કસ સ્વરૂપમાં લખાયેલું છે તે પણ કહી શકતા હતા. તેમનું મોટાભાગનું જીવન વારાણસીમાં જ વીત્યું હતું. તેમણે બનારસથી 'સનમાર્ગ' નામનું અખબાર શરૂ કર્યું હતું, જે આજે પણ નિરતંર પ્રકાશિત થાય છે.