Get The App

મતદાન વચ્ચે આ રાજ્યમાં ફરી બબાલ, બે રાજકીય પક્ષોના કાર્યકરોની લડાઈમાં 1નું મોત, 5ની ધરપકડ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
મતદાન વચ્ચે આ રાજ્યમાં ફરી બબાલ, બે રાજકીય પક્ષોના કાર્યકરોની લડાઈમાં 1નું મોત, 5ની ધરપકડ 1 - image


Lok Sabha Elections 2024 | પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. કારણ કે છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

ક્યાં ક્યાં બની ઘટના? 

પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે, જ્યાં ચૂંટણીની અદાવતને કારણે શુક્રવારે રાત્રે એસ.કે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહિષાદલ પોલીસ દ્વારા ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

બીજી ઘટના ક્યાં બની? 

બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો છે. શુક્રવારે રાત્રે અહીંના બચ્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં અનંત બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને લાકડા વડે માર મારવામાં આવ્યો હતો. તેને લોહી વહેતી હાલતમાં મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. 

મતદાન વચ્ચે આ રાજ્યમાં ફરી બબાલ, બે રાજકીય પક્ષોના કાર્યકરોની લડાઈમાં 1નું મોત, 5ની ધરપકડ 2 - image


Google NewsGoogle News