Get The App

યુપીમાં લાંચ પેટે 5 કિલો 'બટાકા' માગનાર પોલીસ સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર ઘટના વાયરલ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News


Code Word for Bribe UP Police

UP Police Corruption: ઉત્તર પ્રદેશમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને સાંભળીને હસવું પણ આવી જાય અને ત્યાંના તંત્રની પોલ પટ્ટી પણ ખુલી જાય. તાજેતરનો મામલો પણ એવો જ છે.  અહીં એક પોલીસ અધિકારીએ લાંચ માગવા માટે અનોખો રસ્તો અપનાવ્યો. મામલો કંઇક એવો છે કે લાંચ પેટે પૈસા માગવા માટે તેણે પૈસા શબ્દનો પ્રયોગ ન કર્યો પણ એની જગ્યાએ બટાકા શબ્દનો પ્રયોગ કર્યો. જ્યારે મામલાનો ખુલાસો થયો તો સૌ કોઇ ચોંકી ગયા અને પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો.

શું હતો મામલો? 

ખરેખર તો આ મામલો સૌરિખ પોલીસ સ્ટેશનની હદમાં આવતી ભાવલપુર છાપુ પોલીસ ચોકીમાં બન્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બટાકા શબ્દનો પ્રયોગ લાંચ માટે કોડવર્ડ  તરીકે પોલીસ અધિકારી દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે પોલીસ અધિકારી રામક્રિપાલ સિંહનો કેસની પતાવટ કરવા માટે લાંચ માંગતો વીડિયો વાઇરલ થયો. કનૌજના એસ.પી. અમિતકુમાર આનંદને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો તેમણે તાત્કાલિક એક્શન લેતાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યો હતો. 

વાયરલ વીડિયોમાં શું દેખાયું? 

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડૂતની પાસેથી પાંચ કિલોગ્રામ બટાકાની માંગ કરતો દેખાય છે. ત્યારે પીડિત વ્યક્તિ તેની આ માગને પૂરી કરવામાં અસમર્થ હતો. મામલાની પતાવટ માટે પીડિત વ્યક્તિએ પોલીસ અધિકારીને અપીલ કરી હતી કે મારી પાસે ફક્ત બે કિલો બટાકા જ છે. ત્યારબાદ પીડિત ખેડૂત અને પોલીસ અધિકારી વચ્ચે ભાવ-તાલ થાય છે અને પોલીસ અધિકારી 3 કિલો બટાકા લેવાની શરતે માની ગયો હતો. તમને જણાવી દઈએ કે અહીં વીડિયોમાં  એક કિલો બટાકા એટલે એક હજાર રૂપિયાની વાત થઇ રહી હતી. 

આ પણ વાંચોઃ હું ભાજપમુક્ત 'રામ' ઈચ્છું છું, ફક્ત 3 મહિના રાહ જુઓ..', પૂર્વ CM અને કદાવર નેતાનું મોટું નિવેદન

યુપીમાં લાંચ પેટે 5 કિલો 'બટાકા' માગનાર પોલીસ સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર ઘટના વાયરલ 2 - image


Google NewsGoogle News