દિગ્ગજ નેતાના સંબંધીની હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ, 21 યુવક અને 14 યુવતીઓની ધરપકડ
Police Raids At Rave Parties In Telangana: તેલંગાણાના સાયબરાબાદમાં ચાલતી રેવ પાર્ટીનો પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ફાર્મહાઉસમાં રેવ પાર્ટી કરતા કુલ 35 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રેવ પાર્ટીના તાર તેલંગાણાના પૂર્વ મંક્ષી કેટી રામારાવ (KTR)ના સંબંધી સાથે જોડાયેલા છે. આ દરોડામાં 21 યુવક અને 14 યુવતીઓની અટકાયત કરાઈ છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા
અહેવાલો અનુસાર, તેલંગાણાના પૂર્વ મંત્રી કેટી રામારાવ (KTR)ના સંબંધી ગણાતા રાજ પાકલાના જનવાડા ફાર્મહાઉસ પર પોલીસના દરોડામાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના ઉપયોગ થયાન ઘટસ્ફોટ થયો છે. આ કાર્યવાહી નરસિંઘી પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT) અને આબકારી અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફાર્મહાઉસમાં રેવ પાર્ટીની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 21 યુવક અને 14 યુવતીઓની અટકાયત કરાઈ છે. તપાસ દરમિયાન વિદેશી દારૂની સાત બોટલ અને દેશી દારૂની 10 બોટલ કે જેના માટે લાયસન્સ નહોતું તે પણ મળી આવી હતી. આ રાજ્યના આબકારી કાયદાનું ઉલ્લંઘન છે.
પાર્ટીમાં હાજર યુવાનોના ડ્રગ્સ ટેસ્ટ કરાવ્યો
શંકાના આધારે અધિકારીઓએ પાર્ટીમાં હાજર યુવાનોના ડ્રગ્સ ટેસ્ટ કરાવ્યો, જેમાં વિજય મદુરી નામનો વ્યક્તિ કોકેઈન પોઝિટિવ મળી આવ્યો હતો. તેને વધુ પરીક્ષણો માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને NDPS એક્ટની કલમ 27 હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નકલીનો ડબલ ડોઝ: ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા