જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રીનગરમાં થયેલા એટેકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ
હાલ આ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું
Police officer shot at by terrorists in Srinagar : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત ઈદગાહથી આતંકી હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં આતંકી દ્વારા પોલીસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીની ઘટનામાં એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ અધિકારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્ય છે. હાલ આ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
હુમલા વિશે જમ્મુ-કાશ્મીર પોલીસે આપી જાણકારી
આ ઘટના અંગેની માહિતી જમ્મુ-કાશ્મીર પોલસે ટ્વીટ કરી આપી હતી. તેમણે લખ્યું હતું કે, શ્રીનગરમાં ઈદગાહ પાસે આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકવાદી હુમલામાં પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કેસ નોંધી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિમાં ઘટાડો : DGP
જમ્મુ-કાશ્મીરના DGP દ્વારા તાજેતરમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો આ વર્ષોમાં આતંકવાદી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની ઝડપમાં વધારો થયો છે. 31 ઓક્ટોબરના રોજ હાલ જમ્મુ-કાશ્મીર DGP તરીકે ફરજ બજાવતા દિલબાગ સિંહ રીટાયર થવાના છે આ પહેલા તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાછલા પાંચ વર્ષમાં થયેલી પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.