Get The App

VIDEO: પટણામાં BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ, યુવકોએ હોબાળો કર્યાનો પોલીસનો દાવો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
VIDEO: પટણામાં BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ, યુવકોએ હોબાળો કર્યાનો પોલીસનો દાવો 1 - image


Patna BPSC Exam : બિહારની રાજધાની પટણામાં પોલીસે BPSC (બિહાર પબ્લિક સર્વિસ કમિશન) ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઉમેદવારો રસ્તા પર બેઠક કરીને હોબાળો મચાવી રહ્યા હતા, તેથી પોલીસે હળવો બળપ્રયોગ કર્યો છે. 

અમે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા : ઉમેદવારો

વિરોધ કરી રહેલા BPSC ઉમેદવારોનું કહેવું છે કે, અમે અમારી માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસ કોઈપણ માહિતી વગર આવી અને અમારા પર લાઠીચાર્જ કર્યો છે. બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા છે કે, ઉમેદવારોએ બીપીએસસી ઓફિસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેઓ ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ દબાવવા માટે પોલીસ બળનો ઉપયોગ કર્યો હતો. 

સોશિયલ મીડિયા પર લાઠીચાર્જનો વીડિયો વાયરલ

દેખાવો કરી રહેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ અધિકારીઓએ માત્ર બળપ્રયોગ જ નહીં, અમારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ નારાજ થયા છે અને રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે.


Google NewsGoogle News