Get The App

VIDEO: ચૂંટણી સભા કરી રહ્યા હતા ઓવૈસી, પોલીસે સ્ટેજ પર જ ફટકારી ભડકાઉ ભાષણની નોટિસ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
Asaduddin Owaisi


Asaduddin Owaisi: મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી લડી રહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને ઉશ્કેરણીજનક ભાષણો આપવા બદલ પોલીસે નોટિસ પાઠવી હતી. ઓવૈસી સોલાપુર વિધાનસભા ક્ષેત્રમાં એક રેલી દરમિયાન મંચ પર ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે સ્ટેજ પર જઈ આ નોટિસ આપી હતી. ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સોલાપુરના ઉમેદવાર ફારુક શાબ્દી માટે પ્રચાર કરી રહ્યા હતા.



નોટિસમાં શું હતું?

નોટિસમાં, પોલીસે ઓવૈસીને કોઈપણ સમુદાયની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવા અને તેમના ભાષણમાં ભડકાઉ શબ્દોનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. AIMIMના વડા ખુરશી પર બેઠા બેઠા મોબાઈલ ફોન પર વાત કરતા નોટિસ વાંચતા જોવા મળ્યા હતા. નોટિસમાં કોઈ ચોક્કસ ટીપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેનો ઉપયોગ કરી ઓવૈસીએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત આ રાજ્યએ અનુસૂચિત જાતિ (SC) નું વર્ગીકરણ કર્યું, જાણો કેવી રીતે મળશે અનામત

વકફ બિલ 2024 પર ભાષણ આપી રહ્યા હતા

તેઓ વિવાદાસ્પદ વકફ બિલ 2024ના આકરા ટીકાકાર છે. AIMIM એ "બુલડોઝર જસ્ટિસ" પર સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આવકાર્યા હતા. તેમજ મિલકતોને તોડી પાડવા માટે જારી કરવામાં આવેલી રાષ્ટ્રીય માર્ગદર્શિકાને યોગ્ય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અધિકારીઓ જજ ન બની શકે, આરોપીને દોષિત જાહેર કરી એક વ્યક્તિની સજા આખા પરિવારને આપી તેમના ઘર તોડી શકાય નહીં.

'બુલડોઝર એક્શન'

AIMIMના વડાએ ભાજપ પર 'બુલડોઝર એક્શન'ની પ્રશંસા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ધારો કે એક વિસ્તારમાં 50 ઘરો છે, પરંતુ એક માત્ર તે ઘર તોડી પાડવામાં આવી રહ્યું છે જે અબ્દુર રહેમાનનું છે, આ કાર્યવાહીમાં દાવો કરવામાં આવે છે કે, આખો વિસ્તાર ગેરકાયદેસર નથી, પરંતુ માત્ર તેનું ઘર ગેરકાયદેસર છે. નફરત પેદા કરવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.”  તેમના પક્ષે મહારાષ્ટ્ર ચૂંટણીમાં તમામ હરીફ પક્ષોની ટીકા કરી છે કે, તેમનામાં હવે કોઈ વિચારધારા બચી નથી.

VIDEO: ચૂંટણી સભા કરી રહ્યા હતા ઓવૈસી, પોલીસે સ્ટેજ પર જ ફટકારી ભડકાઉ ભાષણની નોટિસ 2 - image


Google NewsGoogle News