Get The App

સંભલ હિંસા : ભીડને ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની ધરપકડ

Updated: Mar 23rd, 2025


Google News
Google News
સંભલ હિંસા : ભીડને ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની ધરપકડ 1 - image


Police Detained Zafar Ali head of Shahi Jama Masjid of Sambhal : ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણની કામગીરી કરતી વખતે હિંસા ભડકી હતી, ત્યારે સંભલ પોલીસે હિંસા ભડકાવવાના આરોપમાં મસ્જિદ કમિટીના મુખ્ય વીકલ ઝહર અલીની ધરપકડ કરી છે.

પૂછપરછ બાદ કરાઈ ધરપકડ

પોલીસે ગત વર્ષે 24 નવેમ્બરે સંભલમાં ભડકેલી હિંસાની પૂછપરછ કરવા માટે જામા મસ્જિદના વકીલ ઝફર અલીને બોલાવ્યો હતો. ઘટનાની તપાસ કરી રહેલી SITએ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લેવાયો છે.

મસ્જિદમાં રંગકામ પૂર્ણ

સંભલની શાહી જામા મસ્જિદનું રંગગામ ગયા શુક્રવારે (21 માર્ચ, 2025) પૂર્ણ થયું હતું. આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટના આદેશ બાદ આ કામ શરૂ કરાયું હતું. મસ્જિદ કમિટીના સેક્રેટરી મસૂદ ફારૂકીએ કહ્યું કે, રંગકામ પૂર્ણ થઈ ગયું છે અને લાઈટિંગનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં પુરુ થઈ જશે. આ માટે હાઈકોર્ટે એક સપ્તાહની સમય મર્યાદા આપી હતી અને અમને વિશ્વાસ છે કે, નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ થઈ જશે.' ઉલ્લેખનીય છે કે, સર્વેક્ષણ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી.

આ પણ વાંચો : કેરળના ખેડૂત પાસે દુનિયાની સૌથી 'ઠીંગણી' બકરી, ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પર્યટકોને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 3ના મોત, 14 ઈજાગ્રસ્ત

Tags :