Get The App

ગ્રેટર નોઈડામાં દેખાવો કરી રહેલા ખેડૂતોની અટકાયત, રાકેશ ટિકૈતને પણ હિરાસતમાં લીધા, જાણો શું છે કારણ?

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
Uttar Pradesh Farmers

Image: Twitter 



Rakesh Tikait Detained By Police: જમીન વળતર સહિત વિવિધ મુદ્દાઓ પર માગણીઓ સાથે આંદોલન કરનારા ઉત્તર પ્રદેશના ખેડૂતોને ગ્રેટર નોઈડામાં જ અટકાવી દેવામાં આવ્યા છે. જ્યાં તેમના નેતા રાકેશ ટિકૈતની પણ અટકાયત કરવામાં આવી છે. આ કાફલો વિવિધ માગ સાથે પગપાળા દિલ્હી જવા એકત્રિત થયો હતો. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂત નેતાઓની એક બેઠકમાં ભાગ લેવા ગ્રેટર નોઈડા જઈ રહ્યા હતા. ટિકૈત અને તેમના સાથીઓને યમુના એક્સપ્રેસ વે પર અટકાવવામાં આવ્યા હતાં. ત્યાંથી તેમને સીધા ટપ્પલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. પોલીસના એક સત્તાવાર પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી.

રાકેશ ટિકૈતે મીડિયાને જણાવ્યું હતું કે, 'પોલીસ ખેડૂતોને વિરોધ પ્રદર્શનો કરતાં અટકાવી રહી છે. ગૌતમબુદ્ધ  નગર, નોઈડા જતાં અટકાવવામાં આવ્યા છે. અમને તેઓ ક્યાં સુધી હિરાસતમાં રાખશે? જો અમને નજરકેદમાં રાખશે તો તમે કોની સાથે વાત કરશો. જો અધિકારીઓનું આ વલણ રહ્યું તો ખેડૂતોનું આંદોલન આક્રમક બનશે.'



ખેડૂત સંગઠનોની ઈમરજન્સી મીટિંગ

ભારતીય કિસાન યુનિયને મંગળવારે નરેશ ટિકૈતના નેતૃત્વમાં મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં કિસાન ભવનમાં ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી અને નોઈડા અને ગ્રેટર નોઈડાના ખેડૂતોને સમર્થન આપવાનું વચન આપ્યું હતું, આ આંદોલન જમીનના વળતરના મુદ્દા પર છે, આ સિવાય અન્ય માંગણીઓ પણ કરી છે. યુનિયનની યુવા શાખાના અધ્યક્ષ અનુજ સિંહે જણાવ્યું કે, 'ભારતીય કિસાન યુનિયને પશ્ચિમી ઉત્તર પ્રદેશના જિલ્લામાં પોતાના કાર્યકરો અને સભ્યોને બુધવારે ગ્રેટર નોઈડાના ઝીરો પોઈન્ટ પર એકત્રિત થવા આહ્વાન કર્યું હતું.'

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાભારતઃ શિંદે સરકારમાં રહેશે કે નહીં તે હજુ પણ સ્પષ્ટ નહીં, આપ્યું ચોંકાવનારું નિવેદન

સેકડોં લોકો દેખાવો કરવા ઉમટ્યા

ગ્રેટર નોઈડાના ઝીરો પોઈન્ટ પર ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દેખાવો કરવા ઉમટી પડ્યા હતા. તેઓ ગ્રામજનો વહીવટીતંત્ર અને સ્થાનિક અધિકારીઓ સામે વિરોધ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સંપાદિત કરવામાં આવેલી તેમની જમીન માટે વળતર અને અન્ય લાભોની માંગ કરી રહ્યા છે. તેઓએ દિલ્હી પગપાળા જઈ કેન્દ્ર સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરવાની યોજના બનાવી છે.

મહિલાઓ અને વૃદ્ધોની પણ અટકાયત

ગૌતમ બુદ્ધ નગર પોલીસે મંગળવારે આંદોલન દરમિયાન સૌથી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે અટકાયત કરવામાં આવેલા લોકોમાં મહિલાઓ અને વૃદ્ધ લોકો પણ હતા, જેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.

આ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન

રાકેશ ટિકૈત અને તેમના સમર્થકો આજે નોઈડામાં ખેડૂતોની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. તેમણે જમીન સંપાદન, વળતર અને ખેડૂતોની જમીનોના કબજાના મુદ્દે સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતોનો આ કાફલો યમુના એક્સપ્રેસ વેથી નોઈડા તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવી દીધા હતાં. પોલીસે ટિકૈત અને તેના સમર્થકોને યમુના એક્સપ્રેસ વે પર રોક્યા બાદ કસ્ટડીમાં લીધા હતા. તેઓને ટપ્પલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) એ ટિકૈત સાથે વાત કરી. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટિકૈતની અટકાયત કરવામાં આવી છે. 

ગ્રેટર નોઈડામાં દેખાવો કરી રહેલા ખેડૂતોની અટકાયત, રાકેશ ટિકૈતને પણ હિરાસતમાં લીધા, જાણો શું છે કારણ? 2 - image


Google NewsGoogle News