હાથરસ કાંડમાં મોટી કાર્યવાહી, 6 આરોપીની ધરપકડ, ફરાર મુખ્ય આયોજક પર એક લાખનું ઈનામ
Hathras Case : હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મૃત્યુ થયા હતા. આ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં પોલીસે કાર્યક્રમ આયોજકની પૂછપરછ બાદ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા 1 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
6 આરોપીની ધરપકડ કરાઈ
હાથરસ કેસને લઈને પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી કે, સત્સંગમાં નાસભાગ બાદ અનેક લોકોના મોત થયા હતા. ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ પૂછપરછમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં આરોપી આયોજન સમિતિના મેમ્બર છે.
મુખ્ય આરોપીને પકડવા 1 લાખના ઈનામની જાહેરાત
ભોલે બાબાના સત્સંગમાં ભારે નાસભાગમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 121 લોકોના મોત થયા હતા. જેમાં મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરને પકડવા પોલીસે 1 લાખના ઈનામની ઘોષણા કરી છે. આ ઘટના પછી તમામ આરોપી ફરાર થયાં હોવાનું IG એ જણાવ્યું હતું.