હાથમાં તલવાર લઈને મોદીને મારવાની ધમકી આપનાર મોહમ્મદ રસૂલ કદ્દારેને પોલીસ શોધી રહી છે
આ પૂર્વે ઉત્તર પ્રદેશના મુ.મં. યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ૨જી માર્ચે ધમકી આપવામાં આવી હતી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અપશબ્દો બોલવા સાથે હાથમાં તલવાર લઈ તેને મારવાની ધમકી આપનાર શખ્સ મોહમ્મદ રસૂલ કદ્દારે ઓળખાઈ ગયો છે, કર્ણાટક પોલીસ તેની શોધ કરી રહી છે.
યાદગીરી જિલ્લાનાં રંગાપેટમાં રહેતા મોહમ્મદ રસૂલે સોશ્યલ મીડીયા પર એક પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે વડાપ્રધાન અને ઉ.પ્ર.ના મુ.મં. યોગી આદિત્યનાથ માટે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી યાદગિરિ સુરપુર પોલીસ સ્ટેશનમાં આરોપી શખ્સની વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાના વિવિધ અનુચ્છેદો લગાડી તેની ઉપર કેસ કરવામાં આવ્યો છે, અને પોલીસ તે શખ્સની તપાસ ચલાવી રહી છે.
હદ તો તે વાતની છે કે આ મોહમ્મદ રસૂલ કદ્દારેએ સોશ્યલ મીડીયા પર એક વીડીયો શેર કર્યો હતો. જેમાં તે હાથમાં તલવાર લઈને પી.એમ. મોદીને ધમકી આપતો દેખાતો હતો. તેણે કેન્દ્રમાં મોદી સરકાર ફરી આવવા અંગે વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ખુલ્લે આમ ધમકી ઉચ્ચારી હતી. આ પછી કર્ણાટક પોલીસે હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોએ તેની તપાસ શરૂ કરી દીધી છે.
આ મોહમ્મદ રસૂલ કદ્દારે યાદગિરિ જિલ્લાના સુરપુર તાલુકાના રંગમ્ પેટ ગામનો રહેવાસી છે. તે પહેલાં એક મજૂર તરીકે હૈદરાબાદમાં કામ કરવા ગયો હતો, અને પછી ત્યાં જ વસી ગયો. પોલીસે તેની વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની શોધ કરી રહી છે. ઁ
આ પૂર્વે ઉ.પ્ર.ના મુ.મં. યોગી આદિત્યનાથને પણ ૨જી માર્ચે બોમ્બથી ઉડાડી મુકવાની ધમકી તેના રક્ષક દળના વડાને ફોન દ્વારા આપવામાં આવી હતી. તે પછી મહાનગરના સેન્ટ્રલ ઝોન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતા જોઈ યુ.પી. પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે અને પોલીસનાં સર્વીલીયન્સ સેલની મદદથી ધમકી આપનારનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.