‘POK ભારતનો મુગુટ છે, આતંકી લૉન્ચપેડ બંધ કરો નહીં તો...’ રાજનાથની પાકિસ્તાનને ચેતવણી
Rajnath Singh On PoK: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે આજે 14 જાન્યુઆરી, 2025ના રોજ કહ્યું કે, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે. પીઓકે ભારતનો મુગુટ છે. આ સાથે તેમણે પાડોશી દેશને આતંકવાદી ટ્રેનિંગ કેમ્પો ચલાવવા અંગે ચેતવણી આપી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ છોડ્યો નથી. 80 ટકા આતંકવાદીઓ પાકિસ્તાનથી આવે છે.
જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા અખનૂર સેક્ટરમાં પૂર્વ સૈનિકોના સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા સંરક્ષણમંત્રીએ કહ્યું, "1965ના યુદ્ધમાં ભારતીય સેનાએ હાજી પીર પર ત્રિરંગો લહેરાવ્યો હતો, પરંતુ વાટાઘાટો દ્વારા તેને મુક્ત કરાવવામાં આવ્યો હતો. જો આ હોત તો જો એવું ન થયું હોત, તો આતંકવાદનો રસ્તો બંધ થઈ ગયો હોત." પીઓકે ભારત માટે મુગુટ છે પણ પાકિસ્તાન માટે તે વિદેશી પ્રદેશ છે. POKનો ઉપયોગ આતંકવાદ માટે થાય છે. આજે પણ ત્યાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ છે. લોન્ચપેડ બનેલા છે. પાકિસ્તાને તેમને ખતમ કરવા પડશે, નહીંતર..."
કાશ્મીરને દિલ્હી જેટલું જ સન્માન
સંરક્ષણમંત્રીએ વધુ વાત કરતાં કહ્યું, 'આપણા હૃદયમાં જે સ્થાન દિલ્હીનું છે, એટલુ જ સ્થાન કાશ્મીર અને અખનૂરનું છે. એવું કહેવાય છે કે, પાંડવોએ અહીંની ગુફાઓમાં પોતાનો સમય વિતાવ્યો હતો. ભારતના વિવિધ વિસ્તારોમાંથી લોકો આ સ્થળનો આનંદ માણવા માટે આવે છે. લોકો માને છે કે અહીં રહેવું એક પડકારજનક કાર્ય છે.
આ પણ વાંચો : ભયાનક ઘટના: દલિત યુવતી પર પાંચ વર્ષમાં 62 લોકોએ દુષ્કર્મ આચર્યું, 44ની ધરપકડ
પાકિસ્તાન 1965થી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે
તેમણે વધુમાં કહ્યું કે, 'આ 1965ના યુદ્ધનું ડાયમંડ જ્યુબિલી વર્ષ છે. પાકિસ્તાન ક્યારેય કોઈ પણ યુદ્ધમાં ભારતને હરાવી શક્યું નથી. પાકિસ્તાન 1965 થી ઘૂસણખોરી અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. અને પાકિસ્તાનનો ઈરાદો એ છે, કે ભલે જમ્મુ-કાશ્મીરનો મુસ્લિમ સમુદાય પાકિસ્તાની સેના સાથે ઉભો રહે, પરંતુ પાકિસ્તાનની આ ઈચ્છા ક્યારેય પૂરી થઈ નથી અને કદી થશે પણ નહીં.' રાજનાથ સિંહે પાકિસ્તાન સામે લડતી વખતે શહીદ થયેલા ઘણા મુસ્લિમોને પણ યાદ કર્યા હતા.