VIDEO: સ્ટેજ પર કવિતા સંભળાવતા કવિ ઢળી પડ્યા, હૃદયરોગના હુમલાથી નિધન
Heart Attack: હ્યદયરોગના હુમલાના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. દરરોજ હાર્ટ એટેકના બનાવ સાથેના વીડિયો સામે આવતા રહે છે, જે બઘાને ચોંકાવી દે છે. ત્યારે આવો જ એક બનાવ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાંથી સામે આવ્યો છે. અહીં કવિતા સંભળાવતી વખતે એક કવિને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
માહિતી અનુસાર, ઉધમ સિંહ નગરમાં પંતનગર કૃષિ યુનિવર્સિટીના ડૉ.બીબી સિંહ સભાગૃહમાં કવિ સંમેલન ચાલી રહ્યો હતો. જેમાં અનેક કવિઓએ ભાગ લીધો હતો. ત્યારે કવિ સુભાષ ચતુર્વેદી કવિતા સંભળાવી રહ્યા હતા. આ દરમિયાન સુભાષ ચતુર્વેદી અચાનક ઢળી પડતા આયોજકો તેમને તરત જ યુનિવર્સિટી હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. જો કે, તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હાર્ટ એટેક આવવાનું કારણ
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે માનવું છે કે, હાર્ટ એટેક આવવાનું સૌથી મોટુ કારણ લોકોની જીવનશૈલી છે. યુવાનોના કામના કલાકો વધ્યા હોવાથી તેઓ કસરતમાં વ્યસ્ત રહે તેવી શક્યતા ઓછી છે. યુવાનો એકલા રહીને ફાસ્ટ ફૂડ ખાતા થઇ ગયા છે. તેનાથી બચવા માટે કામનો તણાવ અને ધૂમ્રપાન તેમના હાર્ટના સ્વાસ્થ્યને અસર કરે છે. હાલની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ લગભગ નહિવત થઈ ગઈ છે. લોકોના તણાવને શેર કરવા માટે કોઈ નથી. આવી સ્થિતિમાં તેમની હાર્ટ સમસ્યા વધી જાય છે.
હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે કસરત,ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે ઊંઘ, બીપી, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકાર રહેશો તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી, આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકો છો.