Get The App

PM Surya Ghar Yojana: હવે ખૂબ જ ઝડપથી સબસિડી આપવા સરકારની તૈયારી, જાણો કોને મળશે લાભ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Solar Panel


PM Surya Ghar Yojana: વડાપ્રધાન મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સુર્ય ઘર મફત વીજળી યોજના લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવાની સાથે સોલર રૂફટોપ લગાવવા પર રૂપિયા 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. હવે આ યોજનાનો લાભ મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર આ યોજના અંતર્ગત સબસિડી આપવાનો સમયગાળો એક મહિનાથી ઘટાડી સાત દિવસ કરવા તૈયારી કરી રહી છે. 

ફક્ત સાત દિવસમાં મળી જશે સબસિડી

સૂર્ય ઘર યોજના અંતર્ગત અરજી કરનારા લોકોને હવે ફક્ત સાત દિવસમાં જ સબસિડીના રૂપિયા મળી શકે છે. જ્યારે હાલ આ યોજનામાં સબસિડી આપવામાં એક મહિનાનો સમય લાગે છે. સરકાર હાલ આ યોજનામાં સમયગાળો ઘટાડવા પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આ સુધારેલી યોજના લાગુ કરી શકે છે. જેથી અરજદારોને સબસિડી મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં.

આ પણ વાંચોઃ ખાદ્યતેલના ભાવમાં ભડકો! કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધારતાં જ તેલબજાર અસ્થિર, જાણો લેટેસ્ટ રેટ

1.30 કરોડ લોકોએ કરાયું રજિસ્ટ્રેશન

સુર્ય ઘર યોજના શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં સરકારને 18 લાખ અરજીઓ મળી છે અને 1.30 કરોડ જેટલા લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 300 યૂનિટ સુધી મફત વીજળી આપવાનો અને સોલર પેનલ લગાવવાનો ખર્ચ ઘટાડવાનો છે. જે લોકો તેમના ઘરે સોલાર પેનલ ઇન્સટોલ કરાવે છે, સરકાર તેમને સબસિડી આપે છે.

આ પણ વાંચોઃ દર મહિને આટલું યોગદાન અને પછી PF ખાતામાં જમા થઈ જશે 3 થી 5 કરોડ, જાણો ગણતરી

કેટલા રૂપિયા સુધી મળી શકે છે સબસિડી?

સોલાર રૂફટોપ લગાવ્યા બાદ સરકાર એક મહિનાની અંદર અરજદારના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે. જેનાથી સોલર પેનલ ઇન્સટોલ કરવાનો ખર્ચ ઘટે છે. સરકાર બે કિલોવોટ સુધી 30 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ, ત્રણ કિલોવોટ પર 48 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ અને ત્રણથી વધુ કિલોવોટ પર 78 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી આપે છે.


Google NewsGoogle News