Get The App

‘મંદિર માટે જે જમીન પર લકીર ખેંચશો, તે આપી દઈશ...’ મોદીએ નાહ્યાન સાથેનો કિસ્સો સંભળાવ્યો

‘અલહાન મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું હજારો ભારતીયોને સંબોધન

ભારત-યુએઈની મિત્રતા જેટલી જમીન પર મજબૂત છે, તેટલી સ્પેસમાં પણ છે : મોદી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
‘મંદિર માટે જે જમીન પર લકીર ખેંચશો, તે આપી દઈશ...’ મોદીએ નાહ્યાન સાથેનો કિસ્સો સંભળાવ્યો 1 - image

PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અબ્દુધાબી (Abu Dhabi)માં ભારતીય સમુદાયને કહ્યું કે, તમારા પર ભારતને ગર્વ છે અને તે બંને દેશો વચ્ચેની મિત્રતાની કદર કરવાનો સમય છે. વડાપ્રધાને જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ‘મોદી, મોદી’ના નારા વચ્ચે ‘અલહાન મોદી’ (Ahlan Modi) કાર્યક્રમમાં હજારો દર્શકોને નમસ્કાર સાથે અભિવાદન કર્યા બાદ કહ્યું કે, ‘હું સમુદાયના ઉષ્માભર્યા કાર્યક્રમથી અભિભૂત થયો છું.’

‘જે જમીન પર લકીર ખેંચશો, તે તમને આપી દઈશ’

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) સાથેનો કિસ્સો સંભળાવી કહ્યું કે, ‘2015માં જ્યારે તેમની સામે એક મંદિરનો પ્રસ્તાવ રખાયો તો તેમણે તુરંત કહ્યું, મંજૂર છે અને કહ્યું જે જમીન પર લકીર ખેંચશો, તે તમને આપી દઈશ. ભારત-યુએઈની મિત્રતા જેટલી જમીન પર મજબૂત છે, તેટલી સ્પેસમાં પણ છે.’

‘તમે લોકો આવી ઈતિહાસ રચી દીધો’

તેમણે જનમેદનીને કહ્યું કે, ‘આટલી મોટી સંખ્યામાં અહીં આવી તમે ઈતિહાસ રચી દીધો છે. તમે યુએઈના વિવિધ ભાગો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા હશો, પરંતુ તમામના દિલ જોડાયેલા છે. બને દેશોના રાષ્ટ્રગાન સાથે શરૂ  થયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત અને યુએઈ વચ્ચેની દોસ્તીની પ્રશંસા કરવાનો સમય છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં, તમામ લોકો એક જ ભાવનાને નિહાળી રહ્યા છે અને તે છે ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ...’


Google NewsGoogle News