Get The App

VIDEO: PM મોદીનું અબુધાબીમાં સંબોધન, કહ્યું- ‘બંને દેશો મળી 21મી સદીનો નવો ઈતિહાસ લખી રહ્યા છે’

આજના સમયમાં ભારત એક વાઇબ્રન્ટ ટૂરિઝમ ડેસિટ્નેશન તરીકે ઓળખાય : વડાપ્રધાન મોદી

PMએ કહ્યું, ‘હું દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું, આપણા 140 કરોડ ભારતીયોનો સંદેશ લઈને આવ્યો છું’

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
VIDEO: PM મોદીનું અબુધાબીમાં સંબોધન, કહ્યું- ‘બંને દેશો મળી 21મી સદીનો નવો ઈતિહાસ લખી રહ્યા છે’ 1 - image


PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યુએઈ પ્રવાસે છે. તેમણે અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આજે ભારત અને યુએઈ સાથે મળીને 21મી સદીનો નવો ઈતિહાસ લખી રહ્યા છે. આજે ભારતની ઓળખ નવા વિચારો અને નવી શોધ દ્વારા ઉભી થઈ રહી છે. આજના સમયમાં ભારત એક વાઇબ્રન્ટ ટૂરિઝમ ડેસિટ્નેશન તરીકે ઓળખાય છે. તમે બધા જાણો છો કે ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે, તેની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. તમને પણ આનો ફાયદો થઈ શકે છે’

‘હું દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું...’

ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘આ યાદો મારી સાથે જીવનભર રહેવાની છે. મારા ભાઈઓ અને બહેનો, હું આજે મારા પરિવારને સભ્યોને મળવા આવ્યો છું. સમુદ્ર પારથી જે દેશની માટીમાં આપણે જન્મ લીધો, હું તે માટીની સુગંધ તમારા માટે લઈને આવ્યો છું. હું આપણા 140 કરોડ ભારતીય ભાઈ બહેનોનો સંદેશ લઈને આવ્યો છું. આ સંદેશ છે કે ભારતને તમારા પર ગર્વ છે. તમે દેશનું ગૌરવ છો.’

PM મોદીએ શેખ બિન ઝાયેદનો આભાર માન્યો

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘એક ભારત-શ્રેષ્ઠ ભારતનો તમારો અવાજ આજે અબુધાબીથી બહાર જઈ રહ્યો છે. મારી સાથે શેખ નાહ્યાન પણ હાજર છે અને તેઓ ભારત અને ભારતીય સમુદાયના શ્રેષ્ઠ મિત્ર છે. આજે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું શેખ બિન ઝાયેદનો આભાર વ્યક્ત કરું છું. આ ઉષ્માભર્યો કાર્યક્રમ તેમના સમર્થન વિના સંભવ ન હતો.’


Google NewsGoogle News