Get The App

‘કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છે’, બેંગુલુરુમાં સિદ્ધારમૈયા સરકાર પર ગર્જ્યા PM મોદી

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
‘કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છે’, બેંગુલુરુમાં સિદ્ધારમૈયા સરકાર પર ગર્જ્યા PM મોદી 1 - image

Lok Sabha Elections 2024 : કર્ણાટકની 28 લોકસભા બેઠકો પર 26 એપ્રિલ અને સાતમી મેએ બે તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે બેંગલુરુ (Bengaluru)ની તમામ બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બેંગુલુરુમાં એક જનસભા સંબોધી હતી. વડાપ્રધાને જનસભા દરમિયાન ગંભીર જળ સંકટ (Water Crisis) સામે ઝઝુમી રહેલા બેંગલુરુનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ‘ટેક સિટી’ને ‘ટેન્કર સિટી’ બનાવી દીધું છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)એ વળતો જવાબ આપી પૂછ્યું કે, ‘જ્યારે કર્ણાટક પૂર (Karnataka Flood) અને દુષ્કાળ સામે ઝઝમી રહ્યું હતું, ત્યારે તેઓ ક્યાં હતાં?’

‘કોંગ્રેસનું ધ્યાન ભ્રષ્ટાચાર પર, બેંગલુરુના લોકોની સમસ્યા પર નહીં’

વડાપ્રધાને કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, ‘નાદપ્રભુ કેમ્પેગોડાએ બેંગલુરુને એક શ્રેષ્ઠ શહેર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ કોંગ્રેસ સરકારે થોડા સમય પહેલા જ અહીંની સ્થિતિ બગાડી દીધી. કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટીમાં બદલી શહેરને વૉટર માફિયાઓના હવાલે કરી દીધી છે. એગ્રીકલ્ચર હોય કે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોંગ્રેસ સરકાર બધામાં બજેટ ઘટાડી રહી છે. કોંગ્રેસ સરકાર (Congress Government)નું ધ્યાન માત્ર ભ્રષ્ટાચાર પર છે, બેંગલુરુના લોકોની સમસ્યા પર નહીં. કર્ણાટકમાં માત્ર કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ જ ઝડપથી આગળ વધી રહ્યા છે.’

‘બેંગલુરુ યુવા શક્તિ, યુવા ટેલેન્ટ અને ટેકનોલોજીનું પાવર હાઉસ’

તેમણે વધુમાં કહ્યું કે, બેંગલુરુ યુવા શક્તિ, યુવા ટેલેન્ટ અને ટેકનોલોજીનું પાવર હાઉસ છે. જોકે કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ટેકનોલોજીના વિરોધી છે. આજે વિશ્વભરના લોકો ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે. ભારતના ફિનટેકની પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસે આધાર કાર્ડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે જનધન ખાતાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટ્સની મજાક ઉડાવી હતી. બેંગુલુરુના આઈટી ઉદ્યોગે કોરોના કાળ દરમિયાન વિશ્વભરને મદદ કરી, પરંતુ તે સમયે આ જ કોંગ્રેસે કોવિન પ્લેટફોર્મનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ભારતમાં બનેલી કોરોના વેક્સીનને બદનામ કરી.

‘મોદીની ગેરન્ટી છે કે...’

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘ભારત ગ્લોબલ ઈકોનોમીનું હબ બને તે માટે અમારી સરકાર દેશને ગ્રીન એનર્જી હબ, ફાર્મા હબ, ઈલેક્ટ્રોનિક હબ, સેમિકન્ડક્ટ હબ, ગ્લોબલ ઈનોવેશન હબ બનાવશે. કોંગ્રેસ અને ‘ઈન્ડિયા’ ગઠબંધન કહે છે કે, મોદીને હટાવીશું, પરંતુ મોદીની ગેરન્ટી છે કે, 5G બાદ 6G લાવીશું, AI લાવીશું, ચંદ્રયાન બાદ ગગનયાનનું ગૌરવ અપાવીશું.’


Google NewsGoogle News