VIDEO: 'બધુ છોડીને હિમાલય જવાની તૈયારી છે?', પવન કલ્યાણનો લુક જોઈ જુઓ શું બોલ્યા PM મોદી
Pawan Kalyan and Narendra Modi : ભાજપના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ NDAના સહયોગીને શુભેચ્છા પાઠવી. આ દરમિયાન વડાપ્રધાને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો એકનાથ શિંદેને મળ્યા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે પણ ઉષ્માભરી વાતચીત કરી હતી. જેમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો લુક જોઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બધુ છોડીને હિમાલય જવાની તૈયારી છે?'
શું બધુ છોડીને હિમાલય જવાની તૈયારી છે? : મોદી
દિલ્હીમાં મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ સમાપ્ત થયા બાદ જ્યારે પવન કલ્યાણે વડાપ્રધાન મોદી સાથેની વાતચીત અંગે મીડિયામાં જણાવ્યું કે, 'વડાપ્રધાન હંમેશા મારી સાથે મજાક કરે છે. આજે પણ તેમણે મારા પહેરવેશને લઈને જોઈને તેમણે પૂછ્યું કે, શું બધુ છોડીને હિમાલય જવાની તૈયારી છે?'
હજુ કામ બાકી છે, હિમાલય રાહ જોશે : પવન કલ્યાણ
પવન કલ્યાણ સાદ સરળ કપડા પહેરે છે અને સાદગીભર્યું જીવન જીવે છે. પવન કલ્યાણે વડાપ્રધાનના સવાલ પર જણાવ્યું કે, તે ક્યાંય નથી જઈ રહ્યા. પવન કલ્યાણે કટાક્ષ કર્યો, 'હજુ કામ કરવાનું બાકી છે. હિમાલય રાહ જોઈ શકે છે.' તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પવન કલ્યાણ તીર્થયાત્રામાં ગયા હતા. જેમાં તેમણે દક્ષિણ ભારતના મંદિરોની મુલાકાત લીધી હતી અને આ સાથે મહાકુંભ ખાતે સંગમમાં ડુબકી પણ લગાવી હતી.
આ પણ વાંચો: રેખા ગુપ્તા બન્યા દિલ્હીના CM, રામલીલા મેદાનમાં થઈ શપથવિધિ: NDAના દિગ્ગજો પણ હાજર
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા. જેમાં રેખા ગુપ્તા સાથે, પ્રવેશ વર્મા, આશિષ સૂદ, પંકજ સિંહ, મનજિન્દર સિંહ સિરસા, કપિલ મિશ્રા અને રવિન્દ્ર ઇન્દ્રજે પણ શપથ લીધા.