કોવિશીલ્ડ વિવાદ નહીં પણ આચારસંહિતાને કારણે કોવિડ સર્ટિફિકેટથી પીએમ મોદીની તસવીર હટાવાઈ
Cowin Certificates Removed PM Modi’s Photo: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનેશન માટે CoWIN સર્ટિફિકેટ્સમાં નોંધનીય ફેરફાર કર્યો છે. CoWIN સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટો દૂર કરવામાં આવી છે. અગાઉ આ સર્ટિફિકેટમાં ગંભીર કોરોના વાયરસ સામે ભારતનો સામૂહિક ઉકેલના સંદેશ સાથે મોદીની ફોટો દર્શાવવામાં આવતી હતી. જેમાં સંદેશ હતો કે, ‘ભારતે એકસાથે મળી કોવિડ-19ને હરાવ્યો.’
જો કે, કોવિશિલ્ડની આડઅસર થવાની વાત એસ્ટ્રેજેનેકા દ્વારા સ્વીકારવામાં આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટો કોવિન સર્ટિફિકેટમાંથી દૂર કરવામાં આવી છે. યુકેની કોર્ટમાં એસ્ટ્રેઝેનેકાએ સ્વીકાર્યું હતું કે, કોવિશિલ્ડથી ઘણા લોકોમાં થ્રોમ્બોસિસ વીથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નો ભોગ બની રહ્યા છે. આ બિમારીથી લોહીની ગાંઠો થાય છે.
ભારતમાં કોવિશિલ્ડના લગભગ 250 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એસ્ટ્રેજેનેકાના આ નિવેદન બાદ મોદીની ફોટો સર્ટિફિકેટમાંથી દૂર કરવામાં આવી હોવાનું ઘણા યુઝરને અનુભવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા યુઝર્સે ટ્વિટ કર્યું છે કે, કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ દૂર થઈ ગયો છે.
ટ્ટિવટર પર મામલો ગરમાયો
એક યુઝર સંદીપ મનુધાનેએ ટ્વિટ કર્યું કે, “કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પર મોદીજી હવે દેખાતા નથી. તમે ડાઉનલોડ કરો અને જુઓ, તેમની ફોટો ગાયબ છે." કોંગ્રેસ ફંક્શનરી તરીકે ઓળખાવતા અન્ય એક યુઝર ઈરફાન અલીએ રિટ્વિટ કર્યું છે કે, હા, મેં ચેક કર્યું છે કોવિન સર્ટિફિકેટમાંથી PM મોદી ગુમ થઈ ગયા છે, હવે તેમના ફોટોના બદલે માત્ર QR કોડ જ આવી રહ્યો છે.
2022માં પણ આ પગલું લીધુ હતું
આરોગ્ય અને જન કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, લોકસભા ચૂંટણીઓના કારણે મોડલ કોડ ઓફ કંડક્ટ (MCC)ના ભાગરૂપે વેક્સિન સર્ટિફિકેટમાંથી તેમનો ફોટો દૂર કર્યો છે. નોંધનીય છે કે, આ પ્રથમ વખત નથી કે, જેમાં કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીજીનો ફોટો દૂર કરવામાં આવ્યો હોય, અગાઉ પણ તેમની ફોટો દૂર કરી ચૂક્યા છીએ. 2022માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર, અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના પગલે વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીજીની ફોટો દૂર કરવામાં આવી હતી. આ પગલું વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા લેવુ ફરિજ્યાત હતું.
કેરળ હાઈ કોર્ટમાં વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીની તસ્વીર અંગે પીઆઈએલ ફાઈલ થઈ હતી. જેમાં જજ પીવી કુંહીક્રિશ્નનને જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં જારી કરવામાં આવતાં કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પર તેના ચૂંટાયેલા નેતાઓના ફોટો નથી. તેઓ કદાચ તેમના વડાપ્રધાન પર ગર્વ અનુભવી રહ્યા નથી. પણ આપણને તો આપણા વડાપ્રધાન પર ગર્વ છે.
ગુજરાતના કોંગ્રેસ નેતાઓ કોવિશિલ્ડ પર વળતર માગ્યું
વિરોધ પક્ષ કોંગ્રેસે WHOની ગાઈડલાઈન્સનું અનુસરણ ન કરવા બદલ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. તેમજ કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા માગ કરી છે.