અબુ ધાબીના રાજકુમાર અને વડાપ્રધાન મોદી વચ્ચે યોજાઈ બેઠક, હૈદરાબાદ હાઉસમાં મળ્યાં બંને નેતા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
અબુ ધાબીના રાજકુમાર અને વડાપ્રધાન મોદી વચ્ચે યોજાઈ બેઠક, હૈદરાબાદ હાઉસમાં મળ્યાં બંને નેતા 1 - image


Abu Dhabi Crown Prince India Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી છે તેમાં લખ્યું છે, "એક નજીકના મિત્રનું ઉષ્માભર્યું સ્વાગત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું."

સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવ્યા છે ક્રાઉન પ્રિન્સ

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે 

ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનો પણ કાર્યક્રમા બનાવી રહ્યા છે. એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે તેઓ મંગળવારે મુંબઈ પણ જવાના છે. હાલમાં ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.


Google NewsGoogle News