Get The App

સુપ્રીમ કોર્ટે PM મોદીની કથિત 'હેટ સ્પીચ' સામે દાખલ કરેલી અરજી ફગાવી, ECમાં જવા સૂચના આપી

Updated: May 14th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટે PM મોદીની કથિત 'હેટ સ્પીચ' સામે દાખલ કરેલી અરજી ફગાવી, ECમાં જવા સૂચના આપી 1 - image


Lok Sabha Elections 2024: સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓના કથિત નફરત ભર્યા (hate speech)ના ભાષણો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. પૂર્વ અમલદાર EAS શાહ અને ફાતિમા નામના અરજદારે તેમની અરજીમાં ચૂંટણી પંચને વડાપ્રધાન મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી. 21 એપ્રિલે રાજસ્થાન (Rajasthan)ના બાંસવાડામાં વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ભાષણ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

અરજદારે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે અરજદારોના વકીલને કહ્યું કે 'આ એવો વિષય નથી કે જેના માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે. અરજદારે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. બેન્ચે આ બાબતે વિચારણા કરવાની અનિચ્છા વ્યક્ત કરી, જેના પગલે અરજદારે અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ ભગવાનના નામે વોટ માંગ્યા હતાઃ અરજીકર્તા

સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું, 'મેં વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણો જોડ્યા છે, જેમાં તેમણે સ્પષ્ટપણે ભગવાનના નામ પર વોટ માંગ્યા છે.' જસ્ટિસ નાથે કહ્યું કે 'અરજદારે ચૂંટણી પંચનો સંપર્ક કર્યા વિના જ સીધો કોર્ટનો સંપર્ક કર્યો છે. આ રીતે કલમ 32/226 હેઠળ ન આવો. તમારે ઓથોરિટીનો સંપર્ક કરવો પડશે. જો તમે અરજી પાછી ખેંચવા માંગતા હોવ તો અમે તમને મંજૂરી આપીશું.'

ચૂંટણી પંચ પાસે જાઓ, આ તમારી સમસ્યા છેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી, અરજદાર અરજી પાછી ખેંચવા માટે સંમત થયા હતા. પરંતુ તેમણે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની પરવાનગી માંગી હતી. આના પર કોર્ટે કહ્યું, 'અમે પરમિશન શા માટે આપીએ? આ તમારું કામ છે અને તમારી સમસ્યા છે.' આ સિવાય કોર્ટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે કથિત નફરત ભર્યા ભાષણો બદલ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી બીજી અરજીને પણ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે PM મોદીની કથિત 'હેટ સ્પીચ' સામે દાખલ કરેલી અરજી ફગાવી, ECમાં જવા સૂચના આપી 2 - image


Google NewsGoogle News