મોદી સરકાર 3.0માં 72 સાંસદોને ફાળવાયા ખાતાં, જુઓ કોને કયું મંત્રાલય અપાયું...
Modi 3.0 Portfolio Allocation : આજે વડાપ્રધાન નિવાસસ્થાને મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ 72 મંત્રીઓને મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ સંભાળશે. જ્યારે અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, એસ.જયશંકરના મંત્રાલયો યથાવત્ રખાયા છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ કેબિનેટની પહેલી બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા, જેમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો, તમામ ઘરને એલપીજી અને વીજળી આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
જુઓ કોને કયું ખાતું મળ્યું
વડાપ્રધાન | ||
નામ | મંત્રાલય | પક્ષ |
નરેન્દ્ર મોદી | કાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ | ભાજપ |
કેબિનેટ મંત્રી |
||
નામ |
મંત્રાલય |
પક્ષ |
રાજનાથ
સિંહ |
સંરક્ષણ |
ભાજપ |
અમિત
શાહ |
ગૃહ, સહકારી વિભાગ |
ભાજપ |
નીતિન
ગડકરી |
માર્ગ
અને પરિવહન |
ભાજપ |
જે.પી.
નડ્ડા |
આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝર |
ભાજપ |
શિવરાજ
સિંહ ચૌહાણ |
કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ |
ભાજપ |
નિર્મલા
સીતારમણ |
નાણા, કોર્પોરેટ બાબતો |
ભાજપ |
એસ.
જયશંકર |
વિદેશ |
ભાજપ |
મનોહરલાલ
ખટ્ટર |
ઊર્જા
અને શહેરી વિકાસ |
ભાજપ |
એચ.ડી.
કુમારસ્વામી |
ભારે ઉદ્યોગ અને સ્ટીલ |
જેડીએસ |
પિયુષ
ગોયલ |
વાણિજ્ય અને ઉદ્યોગ |
ભાજપ |
ધર્મેન્દ્ર
પ્રધાન |
શિક્ષણ |
ભાજપ |
જીતનરામ
માંઝી |
લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ |
હમ |
રાજીવ
રંજન |
પંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરી |
જેડીયુ |
સર્બાનંદ
સોનોવાલ |
પોર્ટ અને શિપિંગ, જળમાર્ગ |
ભાજપ |
વીરેન્દ્ર
ખટીક |
સામાજિક ન્યાય |
ભાજપ |
રામમોહન
નાયડુ |
નાગરિક ઉડ્ડયન |
ટીડીપી |
પ્રહલાદ
જોશી |
ખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જી |
ભાજપ |
જુએલ
ઓરામ |
આદિવાસી બાબતો |
ભાજપ |
ગિરિરાજ
સિંહ |
ટેેક્સ્ટાઈલ |
ભાજપ |
અશ્વિની
વૈષ્ણવ |
રેલવે, માહિતી અને પ્રસારણ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી |
ભાજપ |
જ્યોતિરાદિત્ય
સિંધિયા |
ટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ |
ભાજપ |
ભૂપેન્દ્ર
યાદવ |
પર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જ |
ભાજપ |
ગજેન્દ્ર
શેખાવત |
પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો |
ભાજપ |
અન્નપૂર્ણા
દેવી |
મહિલા અને બાળવિકાસ |
ભાજપ |
કિરેન
રિજિજુ |
સંસદીય કાર્ય, લઘુમતી બાબતો |
ભાજપ |
હરદીપ
સિંહ પુરી |
પેટ્રોલિયમ |
ભાજપ |
મનસુખ
માંડવિયા |
શ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતો |
ભાજપ |
જી.
કિશન રેડ્ડી |
કોલસો અને ખાણ |
ભાજપ |
ચિરાગ
પાસવાન |
ફૂડ પ્રોસેસિંગ |
એલજેપી
(RV) |
સી.આર.
પાટીલ |
જળશક્તિ |
ભાજપ |
રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) |
||
નામ |
મંત્રાલય |
પક્ષ |
રાવ
ઈન્દ્રજિત સિંહ |
સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન, લઘુમતી યોજનાઓ અને સાંસ્કૃતિક બાબતો |
ભાજપ |
જીતેન્દ્ર
સિંહ |
સાયન્સ એન્ડ ટેક્નોલોજી, પીએમઓ, કાર્મિક-લોકફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા, અવકાશ |
ભાજપ |
અર્જુનરામ
મેઘવાલ |
કાયદો અને ન્યાય, સંસદીય કાર્ય |
ભાજપ |
પ્રતાપરાવ
જાધવ |
આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
શિવસેના |
જયંત
ચૌધરી |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ |
આરએલડી |
રાજ્યમંત્રી |
||
નામ |
મંત્રાલય |
પક્ષ |
જિતિન
પ્રસાદ |
વાણિજ્ય અને ઉદ્યોગ, આઈટી |
ભાજપ |
શ્રીપદ
નાઇક |
પાવર એન્ડ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી |
ભાજપ |
પંકજ
ચૌધરી |
નાણા મંત્રાલય |
ભાજપ |
કૃષ્ણપાલ
ગુર્જર |
સહકાર મંત્રાલય |
ભાજપ |
રામદાસ
આઠવલે |
સામાજિક ન્યાય અને સશક્તિકરણ |
આરપીઆઈ |
રામનાથ
ઠાકુર |
કૃષિ અને ખેડૂત કલ્યાણ |
જેડીયુ |
નિત્યાનંદ
રાય |
ગૃહ વિભાગ |
ભાજપ |
અનુપ્રિયા
પટેલ |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
અપના
દળ(એસ) |
વી.
સોમન્ના |
જળશક્તિ અને રેલવે |
ભાજપ |
પી.
ચંદ્રશેખર |
ગ્રામિણ વિકાસ અને સંચાર |
ટીડીપી |
એસ.પી.
સિંહ બઘેલ |
મત્સ્ય, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજ |
ભાજપ |
શોભા
કરંદલાજે |
લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ |
ભાજપ |
કીર્તિવર્ધન
સિંહ |
પર્યાવરણ, જંગલ અને ક્લાઈમેટ ચેન્જ, વિદેશ |
ભાજપ |
બી.એલ.
વર્મા |
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, સામાજિક ન્યાય અને કલ્યાણ |
ભાજપ |
શાંતનુ
ઠાકુર |
પોર્ટ અને શિપિંગ |
ભાજપ |
સુરેશ
ગોપી |
પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો |
ભાજપ |
એલ.
મુરુગન |
સૂચના અને પ્રસારણ, સંસદીય બાબતો |
ભાજપ |
અજય
ટમ્ટા |
માર્ગ
અને પરિવહન |
ભાજપ |
બંડી
સંજય કુમાર |
ગૃહ |
ભાજપ |
કમલેશ
પાસવાન |
ગ્રામ્ય વિકાસ |
ભાજપ |
ભાગીરથ
ચૌધરી |
કૃષિ અને ખેડૂત વિકાસ |
ભાજપ |
સતીશ
દુબે |
કોલસો અને ખાણ વિભાગ |
ભાજપ |
સંજય
શેઠ |
સંરક્ષણ |
ભાજપ |
રવનીત
સિંહ બિટ્ટુ |
ફૂડ પ્રોસેસિંગ, રેલવે |
ભાજપ |
દુર્ગાદાસ
ઉઈકે |
આદિવાસી બાબતો |
ભાજપ |
રક્ષા
ખડસે |
સ્પોર્ટ્સ અને યુવા બાબતો |
ભાજપ |
સુકાંત
મજુમદાર |
શિક્ષણ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ |
ભાજપ |
સાવિત્રી
ઠાકુર |
મહિલા અને બાળવિકાસ |
ભાજપ |
તોખન
સાહુ |
હાઉસિંગ, શહેરી વિકાસ |
ભાજપ |
રાજભૂષણ
ચૌધરી |
જળશક્તિ |
ભાજપ |
ભૂપતિ
રાજુ શ્રીનિવાસ વર્મા |
ભારે ઉદ્યોગો અને સ્ટિલ |
ભાજપ |
હર્ષ
મલ્હોત્રા |
કોર્પોરેટ અફેર્સ, માર્ગ અને પરિવહન |
ભાજપ |
નિમુબેન
બાંભણિયા |
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ |
ભાજપ |
મુરલીધર
મોહોલ |
સહકાર વિભાગ, નાગરિક ઉડ્ડયન |
ભાજપ |
જ્યોર્જ
કુરિયન |
લઘુમતી બાબતો, મત્સ્ય ઉછેર-પશુપાલન અને ડેરી |
ભાજપ |
પબિત્રા
માર્ગેરિટા |
વિદેશ, ટેક્સ્ટાઈલ |
ભાજપ |
મોદી કેબિનેટમાં લેવાયા આ નિર્ણય
આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી 2.0 સરકારની આગેવાની હેઠળ 4.21 કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
PM મોદીના નિવાસસ્થાને કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ
નવી કેબિનેટની પ્રથમ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શરૂ થઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી. નડ્ડા હાજર છે. આ સિવાય મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, ગિરિરાજ સિંહ, મનોહર લાલ ખટ્ટર, લલન સિંહ સહિત તમામ 30 કેબિનેટ મંત્રીઓ હાજર છે.
‘જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં આપણા દેશનો પહોંચાડવાનો છે’
કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે આવનારા વર્ષોમાં વૈશ્વિક માપદંડો પર પણ કામકરવાનું છે. જ્યાં કોઈ પહોંચ્યું નથી, ત્યાં આપણે આપણા દેશનો પહોંચાડવાનો છે.
વિજયના હક્કદાર ભારત સરકારના કર્મચારીઓ પણ છે : મોદી
તેમણે કહ્યું કે, હું શરૂઆતથી જ પ્રયાસો કરતો રહ્યો છું કે, વડાપ્રધાન કાર્યાલય સેવાનો અધિષ્ઠા અને People’s PMO (પ્રજાનું વડાપ્રધાન કાર્યાલય) બને. સરકારનો અર્થ સામર્થ્ય, સમર્પણ અને સંકલ્પોની નવી ઉર્જા છે. આપણી ટીમ માટે સમયનું બંધન પણ નથી અને વિચારવાની સીમાઓ પણ નથી તેમજ પુરુષાર્થ કરવા માટેના પણ કોઈ માપદંડ નથી. આ વિજયના સૌથી મોટા હક્કદાર ભારત સરકારના કર્મચારીઓ પણ છે, જેમણે એક વિઝન માટે પોતાને સમર્પિત કરી કોઈ ખામી રાખી નથી. આ ચૂંટણી તમામ સરકારી કર્મચારીઓના 10 વર્ષના પુરુષાર્થ પર મહોર મારશે. આ વિજયના સૌથી મોટા હક્કદાર તમે છો.
‘મેં જે 10 વર્ષમાં વિચાર્યું, જેનાથી વધુ વિચારવાનું છે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘જેઓ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિતની ભાવના રાખે, તે તમામને મારું નિમંત્રણ છે. હાલનો સમય મેં જે 10 વર્ષમાં વિચાર્યું હતું, તેનાથી વધુ વિચારવાનો અને કરવાનો સમય છે. હવે જે કરવાનું છે, તે વૈશ્વિક માપદંડોને પાર કરવાનું છે. જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં આપણે દેશને પહોંચાડવાનો છે.
વડાપ્રધાન મોદીએ પદ સંભાળતા જ ખેડૂતોના હિતમાં લીધો મોટો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘરો બનાવવાની જાહેરાત કર્યા પહેલા આજે સવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. કાર્યાલયના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. કુલ 9.3 કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ 20 હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એટલા માટે સત્તામાં ફરી આવતા જ તેમના કલ્યાણ માટે પહેલો નિર્ણય કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરતા રહીશું.
મોડી રાત્રે મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થવાની સંભાવના
એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, આજે મોડી રાત્રી મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 30 કેબિનેટ મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્યમંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, ભાજપ મહત્વના મંત્રાલયો નાણાં, ગૃહ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે જ રાખશે. જ્યારે અન્ય મંત્રાલયોમાં એનડીએના સાથી પક્ષોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભાજપના 25 અને સાથી પક્ષોના પાંચ મંત્રીઓને મંત્રી પદ ફાળવવામાં આવ્યા છે.