હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત, પેલેસ્ટાઈન અંગે થઈ વાતચીત
COP28 વિશ્વ જળવાયુ શિખર સંમેલનમાં PM મોદીએ હર્જોગ સાથે મુલાકાત કરી
બંધકોની મુક્તિ અને પેલેસ્ટાઈન અંગે PM મોદીએ ઈઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી ચર્ચા
Israel Hamas War : ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના કટ્ટરપંથી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈજૈક હર્જોગ સાથે શુક્રવારે મુલાકાત કરી હતી.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હર્જોગ સાથે બે રાષ્ટ્ર-સમાધાન, વાતચીત અને કૂટનીતિના માધ્યમથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દે તાત્કાલિક કાયમી સમાધાન માટે ભારતના સમર્થન પર ભાર આપ્યો હતો. તેમણે સંયુક્ત અરબ અમીરાતમાં COP28 વિશ્વ જળવાયુ શિખર સંમેલનમાં હર્જોગ સાથે મુલાકાત કરી.
શું થઈ વાતચીત?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબરે આતંકવાદી હુમલામાં લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી અને બંધકોની મુક્તિનું સ્વાગત્ કર્યું.
બાગચીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત લોકો સુધી માનવીય સહાયતા સતત અને સુરક્ષિત રીતે પહોંચાડવાની જરૂરિયાત અંગે ફરી વાત કરી. તેમણે કહ્યું કે, મોદી અને હર્જોગે ક્ષેત્રમાં ચાલી રહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
આઈજૈક હર્જોગે શું કહ્યું?
હર્જોગે કહ્યું કે, COP28 સંમેલનમાં હું દુનિયાભરના અનેક નેતાઓને મળ્યો. મેં તેમની સાથે આ અંગે વાત કરી કે કેવી રીતે હમાસે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને બીજા બંધકોની મુક્તીને ઈન્ટરનેશનલ સમુદાયના એજન્ડામાં સૌથી ઉપર રાખવાની વાતને વારંવાર દોહરાવી. સાથે જ ઈઝરાયલના આત્મરક્ષાના અધિકારોનું સન્માન કરવાની વાત પણ રાખી.
જોકે, હમાસે 7 ઓક્ટોબર સવારે ઈઝરાયલ પર અચાનક રોકેટ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ઘુસણખોરી પણ કરી. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને તેને જીતીશું.
અલઝઝીરાના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 15 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે, ઈઝરાયલના 1200 લોકોના મોત થઈ ચૂક્યા છે.