પેરિસ પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે PM મોદીની મુલાકાત, અવનીએ આપી ખાસ ગિફ્ટ, જુઓ VIDEO
PM Modi Meet Paralympics Athletes : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (12 સપ્ટેમ્બર) તેમના નિવાસસ્થાને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે.
વડાપ્રધાન પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળીને શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી. ભારતને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં કુલ 29 મેડલ જીત્યા છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડલ વિજેતાઓ સાથે વાત કરતા પહેલા અભિનંદન આપતા જોવા મળે છે. આ દરમિયાન ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ વસ્તુઓ ભેટમાં આપી હતી. પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખારાએ વડાપ્રધાન મોદીને સાઈન કરેલી ભારતીય જર્સી આપી હતી.
આ પણ વાંચો : વડોદરા પૂરગ્રસ્તોને સહાય મજાક સમાન, નથી થયો યોગ્ય સરવે, મૃતકો-ઘરવખરી માટે વળતર કેમ નહીં? : કોંગ્રેસ
ખેલાડીઓ સાથે વડાપ્રધાને ફોટો પડાવ્યાં
પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય પેરાલિમ્પિક સમિતિના વડા દેવેન્દ્ર ઝાઝરિયા પણ હાજર હતા. મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં (SH1) સુવર્ણ ચંદ્રક જીતનાર અવની લેખા અને કપિલ પરમાર સહિત અન્ય ખેલાડીઓ સાથે વડાપ્રધાન ફોટો પડાવ્યાં. આ દરમિયાન પરમારે પોતાના મેડલ પર વડાપ્રધાનની સહી પણ લીધી હતી.
ભારતે 29 મેડલ જીત્યા
ભારતની 84 સભ્યોની ટુકડીએ પેરિસ ગેમ્સમાં ભાગ લીધો હતો, જેણે ત્રણ વર્ષ પહેલાં ટોક્યો ગેમ્સમાં હાંસલ કરેલા 19 મેડલના પ્રદર્શન કરતા આ વખતે સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં ભારતે પહેલી વખત એથલેટિક્સની ટ્રેક સ્પર્ધામાં મેડલ જીતવા ઉપરાંત, તીરંદાજીમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આમ ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે.
આ પણ વાંચો : VIDEO: ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ
મેડલ વિજાતનું કર્યુ સમ્માન
પેરિસથી પરત ફર્યા બાદ ખેલાડીઓનું સરકાર દ્વારા સમ્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં માંડવિયા દ્વારા ગોલ્ડ મેડલ વિજાતાને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. મિક્સ્ડ ટીમ ઈવેન્ટ્સમાં રાકેશ કુમાર સાથે કાંસ્ય પદ જીતનાર શીતલ દેવી સહિતના ખેલાડીઓને 22.5 લાખ રૂપિયાની રકમ અપાઈ છે.