મહિલાઓ પર અત્યાચાર અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું - દોષિત ગમે તે હોય બચશે નહીં
PM Narendra Modi Statement On Kolkata Rape Case: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોલકાતા દુષ્કર્મ કેસની ચર્ચા કરતાં આરોપીઓને કડકથી કડક સજા આપવાનુું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં જનમેદનીને સંબોધિત કરતાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું, 'આજે હું ફરી એકવાર દેશના દરેક રાજકીય પક્ષો અને રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. ગુનેગાર કોઈ પણ હોય, તેને બક્ષવામાં ન આવે. તેને કોઈપણ રીતે મદદ કરનારાઓને બક્ષવામાં ન આવે. તેમણે કહ્યું કે હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય કે પોલીસ તંત્ર... ગમે તે સ્તરે બેદરકારી થઈ હોય, દરેકનો હિસાબ થવો જોઈએ. અમારી સરકાર મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા આપવા માટે કાયદાને વધુ કડક બનાવી રહી છે.
વધુમાં કહ્યું કે, 'અમારી સરકારે દીકરીઓ માટે દરેક ક્ષેત્રો ખુલ્લા મુક્યાં છે, જ્યાં એક સમયે તેમના પર નિયંત્રણો હતા. આજે ત્રણેય સેનામાં મહિલા અધિકારીઓ અને ફાઈટર પાઈલટ તૈનાત કરવામાં આવી રહી છે. આજે, મોટી સંખ્યામાં દીકરીઓ ગામડાઓમાં કૃષિ અને ડેરી ક્ષેત્રથી માંડીને સ્ટાર્ટ-અપ ક્રાંતિ સુધીના વ્યવસાયોનું સંચાલન કરી રહી છે. તેમણે કહ્યું કે અમારી સરકારે નિર્ણય કર્યો છે કે સરકાર દ્વારા ગરીબો માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે તે મહિલાઓના નામે નોંધાયેલા હોવા જોઈએ. અત્યાર સુધી જે 4 કરોડ મકાનો બન્યા છે તે મોટાભાગે મહિલાઓના નામે છે. હવે અમે 3 કરોડ વધુ ઘર બનાવવા જઈ રહ્યા છીએ, આમાંથી મોટાભાગના ઘરો અમારી માતા-બહેનોના નામ પર હશે.
નેપાળમાં બસ દુર્ઘટના પર ખેદ
વડાપ્રધાન મોદીએ નેપાળમાં બનેલ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, નેપાળ બસ દુર્ઘટના અત્યંત દુખનીય છે. હું તમામ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ભારત સરકારે નેપાળ સરકારનો સંપર્ક સાધ્યો છે. અને જરૂરી મદદ મોકલી આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે. મૃતકોના પાર્થિવ શરીર વાયુસેનાના વિમાન મારફત પરત લાવવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના...