Get The App

VIDEO: PM મોદીએ પટણા સાહિબ ગુરુદ્વારાની લીધી મુલાકાત, જાતે બનાવી રોટલી, લંગરમાં ભોજન પીરસ્યું

Updated: May 13th, 2024


Google NewsGoogle News
VIDEO: PM મોદીએ પટણા સાહિબ ગુરુદ્વારાની લીધી મુલાકાત, જાતે બનાવી રોટલી, લંગરમાં ભોજન પીરસ્યું 1 - image


PM Modi in Gurudwara Patna Sahib: પીએમ મોદીના બે દિવસીય બિહાર પ્રવાસના આજે બીજા દિવસે તેઓ પટના પહોંચ્યા હતા. જ્યાં તેઓ પટના સાહિબ ગુરુદ્વારામાં શીખ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા બાદ પીએમ મોદીએ દરબાર સાહિબમાં દર્શન કરીને જાતે રોટલી બનાવી, લંગરમાં ભોજન પીરસીને પટના સાહિબ ગુરુદ્વારામાં સેવા કરી હતી. 

પીએમએ જાતે રોટલી બનાવી, ભોજન પીરસ્યું

ગુરુદ્વારામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહિબમાં હાજરી આપી હતી. પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનની એક અલગ જ અંદાજ  જોવા મળ્યો હતો. જ્યાં તેમણે જાતે રોટલી બનાવી હતી. આ ઉપરાંત તેમણે લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું હતું.

ગુરુ ગોવિંદ સિંહનું જન્મસ્થળ

તખ્ત શ્રી પટના સાહિબને તખ્ત શ્રી હરમંદિરજીને પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહારની રાજધાની પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ 18મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું.

શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 1666માં પટનામાં થયો હતો. તેમણે આનંદપુર સાહિબ જતા પહેલા તેમના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા. આજે પીએમ મોદી હાજીપુર, મુઝફ્ફરપુર અને સારણમાં NDA ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી રેલી કરશે. 

VIDEO: PM મોદીએ પટણા સાહિબ ગુરુદ્વારાની લીધી મુલાકાત, જાતે બનાવી રોટલી, લંગરમાં ભોજન પીરસ્યું 2 - image


Google NewsGoogle News