Get The App

મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને PM મોદી કુવૈત રવાના: કોંગ્રેસનો કટાક્ષ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને PM મોદી કુવૈત રવાના: કોંગ્રેસનો કટાક્ષ 1 - image


Congress On PM Modi's Kuwait Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે શનિવારે બે દિવસના પ્રવાસે કુવૈત જવા રવાના થયા હતા. 43 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. ત્યારે હવે કોંગ્રેસે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, વારંવાર વિદેશ પ્રવાસ કરનારા વડાપ્રધાન કુવૈત માટે રવાના થઈ ગયા હિંસાગ્રસ્ત મણિપુરના લોકો તેમની રાહ જોતાં રહી ગયા. 

કોંગ્રેસનો કટાક્ષ 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'મણિપુરના લોકો રાહ જોઈ રહ્યા છે, આ જ તેમનું ભાગ્ય છે કારણ કે પીએમ મોદી કોઈ કોઈ પણ તારીખ નક્કી કરવાનો ઈનકાર કરી રહ્યા છે. વારંવાર વિદેશની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી કુવૈત માટે રવાના થઈ ગયા. કોંગ્રેસે પીએમ મોદીને અનેક વખત મણિપુરની મુલાકાત લેવા માટે કહ્યું છે. પાર્ટીનું કહેવું છે કે, તેનાથી સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 220થી વધુ લોકોના મોત

મણિપુરમાં ગત વર્ષે ત્રણ મે ના રોજ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની બહુમતી મેતૈઈ સમુદાયની માગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકજૂથતા માર્ચને લઈને હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી મેતૈઈ અને કુકી સમુદાયના 220થી વધુ લોકો અને સુરક્ષા કર્મચારીઓએ હિંસામાં પોતાનો જીવ ગુમાવી દીધો છે. 

આ પણ વાંચો: VIDEO: રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ 3 બિલ્ડિંગમાં ડ્રોન ઘૂસ્યું, અરાજકતા ફેલાઈ

ઈન્દિરા ગાંધીએ 1981માં આ ખાડી દેશની મુલાકાત લીધી હતી

પીએમ મોદી પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1981માં આ ખાડી દેશની મુલાકાત લીધી હતી. મુલાકાત માટે રવાના થતા પહેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કુવૈતના શીર્ષ નેતૃત્વ સાથેની મુલાકાત ભારત અને કુવૈત વચ્ચેની ભવિષ્યની ભાગીદારીનો ચાર્ટ તૈયાર કરવાની તક પૂરી પાડશે. આપણે કુવૈત સાથેના ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી કાયમ છે. અમે વેપાર અને ઉર્જા ક્ષેત્રે માત્ર મજબૂત ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ આપણું સમાન હિત છે.

હું કુવૈતમાં ભારતીય પ્રવાસીને મળવા માટે આતુર 

પીએમ મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતના પ્રવાસે ગયા છે. મોદીએ કહ્યું કે, હું કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન સાથેની પોતાની બેઠક માટે ઉત્સુક છું.  'હું કુવૈતમાં ભારતીય પ્રવાસીને મળવા માટે આતુર છું, જેમણે બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.'


Google NewsGoogle News