Get The App

PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા 1 - image


Image Source: Twitter

- પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યુ

નવી દિલ્હી, તા. 07 ડિસેમ્બર 2023, ગુરૂવાર

PM Modi Congratulated Revanth Reddy: દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે. આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ (Revanth Reddy took oath as CM) લીધા છે. સીએમ સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા રેવંત રેડ્ડીને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યુ છે. X પર પીએમ મોદીએ લખ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શંપથ ગ્રહણ કરવા બદલ રેવંત રેડ્ડી ગારુને અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેમના નાગરિકોના કલ્યાણ માટે શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપુ છું. 

રેવંત રેડ્ડીએ આજે તેલંગાણાના ત્રીજા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં લાખો લોકોની હાજરીમાં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રેવંત રેડ્ડી અને તેમના કેબિનેટ સાથીદારોને શપથ અપાવ્યા હતા.

રેવંત રેડ્ડી સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા

તેલંગાણામાં આજથી રેવંત રેડ્ડીની સરકાર બની ગઈ છે. રેવંત રેડ્ડી સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા છે. મલ્લુ ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે જ્યારે ગદ્દમ પ્રસાદ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રેવંત રેડ્ડીની કેબિનેટમાં મંત્રી બનેલા નેતાઓમાં ઉત્તમ કુમાર રેડ્ડી, દામોદર રાજા નરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી, દુલ્લા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રબાકર, કોંડા સુરેખાનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News