Get The App

Ram Mandir : PM મોદીના 11 દિવસના અનુષ્ઠાન પૂર્ણ, સંતોએ આપી આ વિશેષ ભેટ

11 દિવસ દરમિયાન તેમણે ચુસ્તપણે યમ નિયમનું પાલન કર્યું

રાત્રે ધાબળો ઓઢીને જમીન પર સૂઈ રહેતા હતા, દિવસભર માત્ર નારિયેળ પાણી પીતા હતા

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
Ram Mandir : PM મોદીના 11 દિવસના અનુષ્ઠાન પૂર્ણ, સંતોએ આપી આ વિશેષ ભેટ 1 - image
Image Twitter 

અયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. આજે સોમવારે બપોરે 12 કલાક 29 મિનિટ પર અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ. પીએમ મોદી પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસનું અનુષ્ઠાન કર્યુ હતું. આ અનુષ્ઠાન  દરમિયાન તેમણે ‘યમ નિયમ’ ચુસ્તપણે પાલન કર્યું હતું. આ દરમિયાન શું રહી પીએમ મોદીની દિનચર્યા. ચાલો જાણીએ…

પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ ઉપવાસ તોડ્યો હતો

અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી પીએમ મોદીએ રામલલ્લાને દંડવત કરી પ્રણામ કર્યા બાદ રામલલ્લાના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ કર્યા. વડાપ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દરમિયાન રામ લલ્લાની પૂજા-વિધી કરીને ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ સંતો પાસેથી આશીર્વાદ લીધા હતા. સંતોએ તેમને ભેટ તરીકે એક વીંટી આપી હતી. અત્રે મહત્વની વાતે એ છે કે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ PM મોદીએ ઉપવાસ તોડ્યો હતો. 

11 દિવસના અનુષ્ઠાન દરમિયાન આવી હતી દિનચર્યા

રામ મંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન કર્યુ હતું. આ 11 દિવસ દરમિયાન તેમણે ચુસ્તપણે યમ નિયમનું પાલન કર્યું હતું. જેમાં તેઓ રાત્રે ધાબળો ઓઢીને જમીન પર સૂઈ રહેતા હતા, દિવસભર માત્ર નારિયેળ પાણી પીતા હતા. આ ઉપરાંત તેઓ રોજ ગાયોની પૂજા કરીને, ચારો ખવડાતાં હતા. સાથે સાથે રોજ વિવિધ પ્રકારના દાન પણ કરતાં હતાં. જેમ કે અન્ન દાન, વસ્ત્રદાન વગેરે. તેમજ વડાપ્રધાન મોદીએ દેશભરમાં ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા હોય તેવા મુખ્ય મંદિરોની મુલાકાત કરી હતી. 

પીએમ મોદીએ 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન 'સ્વચ્છ તીર્થ ' અભિયાન શરુ કર્યુ

પીએમ મોદીએ તેમના 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન 'સ્વચ્છ તીર્થ ' તરીકેનું અભિયાન  પણ શરૂ કર્યું હતું. જેમા 12 જાન્યુઆરીએ તેમણે પોતે નાશિકમાં શ્રી કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી હતી. ત્યાર બાદ તેમના આ  'સ્વચ્છ તીર્થ ' અભિયાન અંતર્ગત દેશભરમાં મંદિરોમાં સફાઈ જન આંદોલન શરુ થયા હતા.  PM મોદીના આ શ્રમદાનનું અનુકરણ કરી દેશભરમાં લાખો લોકો સ્વેચ્છાએ મંદિરોના સફાઈ કાર્યમાં જોડાયા હતા.


Google NewsGoogle News