PM મોદીનો ભૂતાન પ્રવાસ રદ, વિદેશ મંત્રાલયે નવી તારીખો અંગે આપ્યું અપડેટ
પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે PM મોદીનો ભૂતાન પ્રવાસ રદ
પીએમ મોદી 21 અને 22 માર્ચ ભૂતાનનો રાજકીય પ્રવાસ કરવાના હતા
PM Modi Bhutan Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂતાન પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે પીએમ મોદીની 21-22 માર્ચની ભૂતાન યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરાશે.
ખરાબ હવામાનના કારણે યાત્રા સ્થગિત
વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન મોદીની ભૂતાનની રાજકીય યાત્રા સ્થગિત કરવાનો પારસ્પરિક નિર્ણય લેવાયો છે. બંને પક્ષો વચ્ચે વિચારણા કર્યા બાદ નવી તારીખો જાહેર કરાશે.’
વડાપ્રધાન મોદી ક્યારે ભૂતાન જવાના હતા?
પીએમ મોદી 21 અને 22 માર્ચ ભૂતાનનો રાજકીય પ્રવાસ કરવાના હતા. આ દરમિયાન તેઓ ભૂટાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગ્યે વાંગચુક (ભૂતાનના પૂર્વ નરેશ) સાથે મુલાકાત કરવાના હતા. આ ઉપરાંત તેઓ ભૂતાનના પોતાના સમકક્ષ શેરિંગ ટોબગે સાથે પણ વાતચીત કરવાના હતા.