Get The App

'શક્તિ'નું અપમાન કરે છે કોંગ્રેસના 'યુવરાજ': PM મોદીએ તમિલનાડુમાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
'શક્તિ'નું અપમાન કરે છે કોંગ્રેસના 'યુવરાજ': PM મોદીએ તમિલનાડુમાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર 1 - image


Image Source: Twitter

PM modi attacks congress-DMK on katchatheevu and shakti remarks: લોકસભા ચૂંટીણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ચૂંક્યુ છે. તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને આ દરમિયાન તેઓ એકબીજા પર પ્રહાર પણ કરી રહ્યા છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા તમિલનાડુ પહોંચેલા પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ આજે કોંગ્રેસ અને તેની સહયોગી તમિલનાડુમાં સત્તારુઢ પાર્ટી DMK પર 'કચ્ચાથિવુ' અને 'શક્તિ' વાળી ટિપ્પણીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસના યુવરાજ (રાહુલ ગાંધી) 'શક્તિ'નું અપમાન કરે છે અને તેમણે શક્તિના વિનાશની વાત કરી છે.

'શક્તિ'નું અપમાન કરે છે કોંગ્રેસના 'યુવરાજ'

PM મોદીએ વેલ્લોરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મારા મનમાં વેલ્લોર માટે હંમેશાથી શ્રદ્ધા રહી છે. તમિલનાડુ શક્તિની ઉપાસના કરનારાની ધરતી છે. I.N.D.I.A. ગઠબંધન વાળા શક્તિનું અપમાન કરે છે, કોંગ્રેસના યુવરાજે શક્તિના વિનાશના વાત કહી છે. આ લોકો રામ મંદિરનો બહિષ્કાર કરે છે. તેમણે કહ્યું કે, DMK અને I.N.D.I.A. ગઠબંધન વાળા મહિલાઓનું અપમાન કરે છે. તમે અમને આપેલો આશીર્વાદ સનાતનની રક્ષા કરશે અને મહિલાઓનું સમ્માન વધારશે. 

DMKની આ ખતરનાક પોલિટિક્સને એક્સપોઝ કરીશ: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, DMKએ તમિલનાડુ અને દેશનું ભવિષ્ય બાળકોને પણ નથી છોડ્યા. સ્કૂલના બાળકો પણ ડ્રગ્સનો શિકાર બની ચૂક્યા છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેનો DMK પરિવાર સાથે સબંધ છે. DMK પાર્ટીની રાજનીતિ ડિવાઈડ એન્ડ રુલ પર આધારિત છે. આ લોકો પરસ્પર એકબીજાની લડાઈ કરાવે છે. મેં પણ નક્કી કર્યું છે કે, DMKના આ ખતરનાક પોલિટિક્સને એક્સપોઝ કરીને જ રહીશ. 

DMK માત્ર માછીમારોની દુશ્મન નથી પણ તમિલનાડુની પણ દુશ્મન: PM મોદી

પીએમ મોદીએ આગળ કહ્યું કે કોંગ્રેસ અને DMKના વધુ એક પાખંડની ચર્ચા થઈ રહી છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કચ્ચાથિવુ ટાપુ શ્રીલંકાને આપી દેવામાં આવ્યો હતો. કઈ કેબિનેટમાં ચર્ચા થઈ અને કોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો તે અંગે કોંગ્રેસ મૌન છે. થોડા દિવસો પહેલા અમારા માછીમારો ત્યાં પકડી લેવામાં આવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ મૌન રહી. કોંગ્રેસ જનતાને સત્ય નથી કહેતી. અમારી સરકાર તે માછીમારોને પરત લાવી. શ્રીલંકામાં 5 માછીમારોને મોતની સજા ફટકારવામાં આવી. અમે તેમને પણ પાછા લાવ્યા. DMK માત્ર માછીમારોની દુશ્મન નથી પણ તમિલનાડુની પણ દુશ્મન છે.


Google NewsGoogle News