Get The App

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન 1 - image


PM Modi US Visit: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર છે કે, બંને મોટા નેતા 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન મોદી આ મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે અને આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તેમના માટે ડિનરનું આયોજન પણ કરી શકે છે.

ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે કે, વડાપ્રધાન મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ થયા બાદ 12 ફેબ્રુઆરીની સાંજે વૉશિંગ્ટન પહોંચી શકે છે. તેઓ 14 ફેબ્રુઆરી સુધી અમેરિકામાં રહેશે. આશા છે કે, તેઓ અમેરિકન કોર્પોરેટ નેતાઓ અને સમુદાયની સાથે પણ મુલાકાત કરશે. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: ચૂંટણીમાં ટેરિફનો મુદ્દો ચગાવીને ટ્રમ્પે અમેરિકનોના મત મેળવી લીધા, પરંતુ 75 ટકાને તો તેનો અર્થ જ ખબર નથી

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન 2 - image

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું?

તેમણે વડાપ્રધાન મોદી સાથે ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'મેં વડાપ્રધાન મોદી સાથે લાંબી વાતચીત કરી. આશા છે કે, તેઓ આગામી મહિને વ્હાઇટ હાઉસ આવશે. ભારતની સાથે અમારા ખુબ સારા સંબંધ છે.'

આ બાબતથી પરિચિત લોકોના હવાલાથી રિપોર્ટમાં કહેવાયું છે કે, ટ્રમ્પ ભારત સાથેની યુએસ વેપાર નુકસાનને ઘટાડવા અને આ કાર્યકાળ દરમિયાન ભારતમાં અમેરિકન વ્યાપારી હિતો માટે વધુ આક્રમક રીતે કામ કરવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચો: ના અમેરિકા અને ના રશિયા... પુતિન અને ટ્રમ્પની બે મુસ્લિમ દેશોમાં થઈ શકે છે મુલાકાત

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન 3 - image

ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત?

ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે, તેમણે મોદીની સાથે ગેરકાયદે અપ્રવાસીઓના મુદ્દા પર ચર્ચા કરી અને મોદી યોગ્ય કામ કરશે. ભારત પહેલા જ કહી ચૂક્યું છે કે, તેઓ તે તમામ ભારતીયોને પર લઈ લેશે જે ગેરકાયદે અમેરિકામાં ઘુસી ગયા હતા. નવા અમેરિકન તંત્રના કાર્યભાર સંભાળ્યા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર પહેલા જ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ ચૂક્યા છે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીતમાં તેને લઈને ચર્ચા થઈ. શક્યતા છે કે, ટ્રમ્પ આ વર્ષના અંતમાં ક્વાડ નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે.

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન 4 - image


Google NewsGoogle News