અજીત ડોભાલ અમેરિકા શા માટે ન ગયા ? પીએમ મોદીના પહોંચતા પહેલા બાઈડેને ચાલી હતી ચાલ, વિગતે સમજો...
Ajit Doval Not Present In USA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં તેઓ રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગ્રીનવિલે ડેલવેર ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાતના ફોટોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોવા મળ્યાં ન હતા. આમ ડેલવેરમાં વડાપ્રધાન મોદી સાથે આવેલા ભારતીય અધિકારીના નામની લીસ્ટમાં તેમનું નામ સામેલ ન હતું. જો કે, ડોભાલના અમેરિકન સમકક્ષ જેક સુલિવાન આ મિટિંગમાં હાજર રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદીની સાથે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને યુએસમાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા સહિત વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી પણ તેમની સાથે હતા.
આ પણ વાંચો : અમેરિકન પ્રમુખ બાઈડેને સ્ટેજ પર ફરી ભાંગરો વાટ્યો, વડાપ્રધાન મોદી પણ શરમાઈ ગયા
ડોભાલની ગેરહાજરીને લઈને અટકળો ઊભી થઈ
ડોભાલ સામાન્ય રીતે વડાપ્રધાનની સાથે હોય છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન બાઇડેનની સાથે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને નવી દિલ્હીમાં અમેરિકાના એમ્બેસેડર એરિક ગારસેટી પણ હતા. આવી સ્થિતિમાં ડોભાલની ગેરહાજરીને લઈને અટકળો ઊભી થઈ છે. આ મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની અરજી પર ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની કોર્ટમાં સિવિલ એક્શન કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક ભારતીય અધિકારીઓ તેની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે અને વળતરની માંગ કરી છે.
આ પણ વાંચો : સેમિ કન્ડક્ટરથી માંડીને ડ્રોન સુધી... ભારત અને અમેરિકા વચ્ચે મહત્ત્વની અનેક ડીલ પર હસ્તાક્ષર
કેમ અમેરિકા ન ગયા ડોભાલ?
અમેરિકી કોર્ટે આ મામલે અજીત ડોભાલ, R&AWના પ્રમુખ સામંત ગોયલ, કથિત ગુપ્તચર અધિકારી વિક્રમ યાદવ અને હવે જેલમાં બંધ બિઝનેસમેનને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં પન્નુને મારવા માટે હિટમેનને ભાડે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જ્યારે ભારતે આ આરોપોને અયોગ્ય અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. મીડિયા અહેવાત પ્રમાણે, ડોભાલ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને કારણે અમેરિકા ગયા નથી.