પાકિસ્તાનમાં PM મોદીનો જબરદસ્ત ક્રેઝ, ભારત પાછી ફરેલી અંજુએ કર્યો ખુલાસો

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં PM મોદીનો જબરદસ્ત ક્રેઝ, ભારત પાછી ફરેલી અંજુએ કર્યો ખુલાસો 1 - image


નવી દિલ્હી,તા. 8 ડિસેમ્બર 2023,શુક્રવાર

પાકિસ્તાનથી ભારત પરત ફરેલી અંજુએ ઘણા ખુલાસા કર્યા છે. 29 નવેમ્બરે ભારત ફરેલી અંજુએ કહ્યું કે, જે સમયે તે પાકિસ્તાનમાં હતી ત્યારે લોકો તેને ભારતને લઇને ઘણા પ્રશ્નો પુછતા હતા. અંજુએ જણાવ્યુ કે, “પાકિસ્તાનમાં PM નરેન્દ્ર મોદીનો ગજબનો ક્રેઝ છે ત્યાંના લોકો પીએમ મોદીને ખૂબ પસંદ કરે છે અને ત્યાં તેમના ઘણા ચાહકો છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કેટલી ઊંચી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતા નેતા છે. આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટિશ PM ઋષિ સુનક પણ તેમની પાછળ છે. 

સપ્ટેમ્બરમાં ગ્લોબલ રેટિંગ એપ્રુવલ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વભરના લોકપ્રિય નેતાઓની યાદીમાં પીએમ મોદી ટોચ પર છે હવે તો તેમને પસંદ કરનારાઓ પાકિસ્તાનમાં પણ હાજર છે.

જ્યારથી અંજુ ભારત પરત આવી છે ત્યારથી તે પાકિસ્તાનના લોકો અને તેના અનુભવો વિશે નવી-નવી વાતો શેર કરી રહી છે. અંજુ કહે છે કે, “ત્યાંના લોકો પાકિસ્તાનમાં પણ કેન્દ્રમાં પીએમ મોદી જેવા નેતા ઈચ્છે છે.”

પીએમ મોદીને લઈને પાકિસ્તાનીઓમાં ભારે ઉત્સુકતા 

એક ઈન્ટરવ્યુમાં અંજુએ જણાવ્યું કે, તેમણે પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લા સાથે રાજનીતિ અંગે કોઈ વાતચીત કરી નથી, પરંતુ ત્યાં રહીને તેને ખબર પડી કે, પાકિસ્તાનના લોકો ભારતીય વડાપ્રધાનને ખૂબ પસંદ કરે છે. પીએમ મોદી અને ભારત વિશે જાણવા માટે પાકિસ્તાનીઓ ખૂબ જ ઉત્સુક છે. ત્યાં લોકો અંજુને પીએમ મોદી વિશે ઘણા પ્રશ્નો પૂછતા હતા. અંજુએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનીઓને લાગે છે કે તેમના દેશને પણ પીએમ મોદી જેવા નેતાની જરૂર છે જેથી પાકિસ્તાન પણ વિકાસ કરી શકે.


Google NewsGoogle News